________________
પ
પ્રકરણ ૮ મું.
કસ્તુરચંદ શેઠે જાણે ઊંડા વિચારમાં પડી ગયા હોય તેમ કેટલીક વાર શાંત રહી છેવટે પદ્મા નિર્ણય ઉપર આવી આચાય ને જણાવ્યું “ જેવી ગુરૂની આજ્ઞા”.
'
આ શબ્દો શેઠના મુખમાંથી નીકળતાંની સાથેજ “ એલેા જીનશાસનકી જય ’' એમ ધરમચંદ શેઠે જય ખેાલાવી કસ્તુરચંદને નિશ્ચય જાહેરમાં મુકી દીધા.
કસ્તુરચંદ—“ મારી દીક્ષાનું બધું ખરચ મારી પાસેથી કરવાનું છે. વચ્ચે દિવસ એકજ રહ્યા એટલે મારા સગાં સંબંધીઓને ખેલાવવાને અવકાશ મળશે નહીં એટલી મને દિલગીરી થાય છે.
""
વચ્ચે ધરમદે સલાહ આપી “ મુકી દો બધાને અર્જેટ તાર એટલે કાલે બધા આવી પહાંચશે, છેવટે પરમ દિવસે અપેાર સુધી આવશે તે પણ હરકત નથી.
""
કસ્તુરચંદ——“ ત્યારે તમારી સલાહ પ્રમાણે એમ કરીશું.”
એ રીતે માહ વદ ૭ નારાજ ચતુરાને અને કસ્તુરચંદને દીક્ષા આપવાનું નક્કી થયું અને કસ્તુરચંદની નવકારશ્રી વદ ૧૦ના દિવસે જમાડવાનું ઠરાવ્યું. આવી રીતે ત્રણ નવકારશ્રીએ શેઠની નોંધપાથીમાં નોંધાઈ. વદ છ ચતુરાની દીક્ષા નિમિત્તે, વદ ૯ અઠ્ઠાઇ ઉત્સવની અને વદ ૧૦ કસ્તુરચંદની દીક્ષાની.
ઉઠતાં ઉઠતાં આચાર્યશ્રીની જોડે બેઠેલા એક મુનિ મહારાજે ન્યાતના શેઠને સૂચના કરી “ શેઠ! દીક્ષાના દિવસ નક્કી થયા પણ
આ બાબતની તમારા નામની કકુત્રીએ છપાવવી જોઈ એ, અમે તેના મુસદ્દા કરી આપીએ તે પ્રમાણે પ્રેસમાં છપાવી ગામમાં અને પરદેશમાં ખીડી આપેા. સાંજે વાળુ કરીને જરૂર આવે. ભુલશેા નહીં. મુદ્દાની વાત છે. તે સીવાય મહાત્સવ શેાભશેજ નહીં. મુસદ્દા અમે લખીને તૈયાર રાખીશું.
99
આ પ્રમાણે નક્કી કરી મહાજન ધર્મશાળામાંથી વેરાઇ ગયું. કસ્તુરચંદ અને ચતુરા દીક્ષા લે છે એવી વાતા શહેરમાં દામઠામ થવા લાગી અને લેાકેા ભાતભાતના ઉદ્ગાર કાઢી ટીકા કરવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com