________________
૬૦
પ્રકરણ ૯ મું.
અને બધી તૈયારી કર, પાસે રહી મને દીક્ષા અપાવ.”
તમે દીક્ષા લો એટલે મારે બંગડીઓ પછી કેને દેખાડવી છે? પહેરી તે ન પહેર્યા બરાબર છે.”
હું દીક્ષા લઉં તે પણ તારાથી સૌભાગ્યની તમામ શણગાર રાખી શકાય છે. જ્યારે હું સાધુઅવસ્થામાં કાળ કરું ત્યારે તે શણગાર તારાથી કેરે મુકાય.”
ત્યારે તે દીક્ષા લીધા પછી મરતા સુધી તમારી હયાતીની નિશાની તરીકે બંગડી રાખવાને સંબંધ ખરે! એ શાસ્ત્ર પણ તમે મને ઠીક શીખવ્યું. કહેવામાં સંબંધ નહીં પણ મૂળ સગપણના સંબંધની બંગડી રાખી શકાય ? એ પણ ઠીક ન્યાય છે.”
આ પ્રમાણે બાહ્ય ડોળમાં વાતચીત કરી ખરા સ્વરૂપમાં આવી તારા કહેવા લાગી “ જુઓ તમારી વાત ઉપરથી લાગે છે કે તમે દીક્ષા લીધા વિના રહેવાના નથી, ત્યારે હવે ઘરની તમામ મીલકત મને બતાવો અને મારા કબજે સેંપી દો, કોઈ તમારા પિતરાઈ ભાઈઓ આવી મને સતાવે તે મને નહીં પાલવે. હું તમને આગળથી સાફ જણાવું છું.”
તે તારી વાત ખરી છે પણ દીક્ષાની ક્રિયા પાછળ મારે ખરચ કરવું પડશે તે કર્યા વિના ચાલશે?”
તેમાં તે શું ભારે ખરચ થવાનું છે? તે ખરચ કરવાની હું કયાં ના પાડું છું?”
પાસે રહી દીક્ષાની ક્રિયાઓ કરાવે તે કેવું સારું દેખાય? સઘળી વ્યવસ્થા તારે હાથે ન થાય તે માટે તે વ્યવસ્થા ન્યાતના શેઠને કે ધરમચંદને સોંપવી પડશે. હવે તેને ગમે તે કર. તારી મુનસફી ઉપર છે. મારી દીક્ષા દીપાવવી હોય તે દીપાવજે અને બગાડવી હોય તે બગાડજે. લે આજથી ઘરની કુચીઓ. આજથી આ ઘર તારું છે. તેને યોગ લાગે તેમ કર, હું તે હવે કાલને દિવસ પણ તરીકે ઘરમાં છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com