________________
તારાનું વાક્યાતુર્ય.
૫૯
શકાશે ? વિચાર કરો વિચાર, મારા સ્વામીનાથ! મારા કરતાં તમે ત્રણગણા મોટા છે, માટે તમારામાં ત્રણગણું અક્કલ હોવી જોઈએ.”
આ બધું તું બોલતી નથી પણ તારી યુવાની બેલાવે છે.” “હાજ ! યુવાની કેમ ન લાવે ? વીસ વરસની યુવાન સ્ત્રી છું તે કાંઈ તમે દીક્ષા લેશે એટલે તમારા જેવી સાઠ વરસની ડશી થઈ જવાની છું ?”
“પણ તું સાંભળ ! એમ ફટ ફટ જવાબ ન દે, વિચાર કર, આ યુવાની ચાર દિવસનું ચાંદરણું છે, પછી અંધારૂં ને અંધારું. યુવાનીને જુસ્સે ગયા પછી માણસને પોતાની સત્ય વસ્તુનું ભાન થાય છે માટે યુવાનીનો મદ મુકી દઈ મારી વાત ધ્યાનમાં લે. હું તને ખરું કહું છું. આ દુનિયામાં કાંઈ સાર નથી. જેમણે સાર મા તે સર્વ પસ્તાયા. આચાર્ય કહે છે કે દીક્ષા વિના મુક્તિ નથી એ વાત મને ખરેખરી ગમી છે. તું જાણે છે કે તારી સાથે જ્યારથી હું પરણે છું ત્યારથી હું સાધુ જેવું જીવન ગુજારું છું.”
તારા કટાક્ષમાં બેલી “મારાથી કયાં અજાણ્યું છે? અને તેથી, જ હું મારાં માબાપને ચેરીમાંથી ગાળો દેતી હતી તે તમે કેમ ભુલી ગયા ? માબાપ મને કુવામાં નાખી મરી ગયાં. ક્યાં હવેં તેમને છોકરીનું દુઃખ જોવાનું છે?” એમ કહી સાલ્લાના છેડાવતી આંખો ચોળી ધીમું ધીમું રડવા લાગી.
“તું તે એક વાતમાં બીજી આડી અવળી વાતે કાઢી આમ રડે તે ઠીક નહીં, તારે તો મને આવા ધર્મના કામમાં મદદ કરવી જોઈએ. પાસે રહી દીક્ષા અપાવે તે કેવું સારું દેખાય? લોકો તને અને મને ધન્યવાદ આપે.”
“ ત્યારે શું તમે પરમ દિવસે નકકી દીક્ષા લેવાના છે ? અને મને વિધવા જેવી બનાવવા માગો છે?”
“એમાં વિધવા બનવાનું ક્યાં છે ? ક્યાં હાથેથી શણગાર ઉતારવાનું છે? માટે આવી ગાંડી ગાંડી વાત કરવી માંડી વાળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com