________________
અઠ્ઠાઇ ઉત્સવમાં દીક્ષાપ્રવૃત્તિ.
૫૫
ફરી ફરી આવું મુર્ત મળશે નહીં, હવે કાની રાહ જુએ છે ? ઘરમાં ખરાં પણ જાણે છે કે તમે દીક્ષા લેવાના છે, એટલે તમારી દીક્ષાથી તે નારાજ થવાનાં નથી. વળી આવા આચાર્ય મહારાજને યોગ્ય પણ પુણ્યના ઉદયે અચાનક મળી આવ્યા છે તેને લાભ લે. સુગધ અને સાનાને યાગ થયેા છે. જાએ તમારી દીક્ષાનું ખરચ પણ હું આપીશ અને ખુશાલીમાં નવકારશ્રી પણ હું જમાડીશ. થાએ તૈયાર.”
આ સાંભળી કસ્તુરચંદ શેઠે ખેલ્યા “દેવગુરૂની કૃપાથી ખરચ કરવાની શક્તિ છે, દીક્ષા લેવાના વિચાર ગઇ સાલથી ચાલે છે પણ પાપના ઉદય એવે જાગે છે કે વિચાર ખર આવતા નથી.”
-
આચાર્ય —“ જીએ તમે સાધુ જેવાજ છે, ચેાથા વ્રતની બાધા છે, ઉકાળેલું પાણી રાજ પીએ છે, પાંચ તિથિએ ઉપાવસ કરા છે, અંતે વખતે પડિક્કમણું કરે છે, રાત્રે નિયમ ધારા છે, બાકી હવે ફક્ત ઘર છેડવાનું છે, તે છેાડી દે, તેના ઉપરથી મેહ ઉતારી દે, વિના કારણે છ કાયના કુટામાં શું કરવા સડી મરા છે ? ચારિત્ર વગરના એક દિવસ ગુમાવે છે. તે દરરાજનું લાખ રૂપીઆનું નુકસાન છે એમ હું સમજું છું, માટે છેાડી દે! તમારૂં ધરબાર અને સફળ કરેા અવતાર. બૈરાં તા સમજી છે, ધમી જીવ છે, ધર્મની ખાતર પ્રાણ પાથરે છે, એટલે તે વચ્ચે આવશે નહીં એટલુંજ નહીં પરંતુ પાસે રહી દીક્ષા અપાવશે, ઉપકરણની છાબ પણ તેજ ઉપાડશે. તે પણ સમજે છે કે સંસારમાં કાંઇ નથી, એક દિવસે મરી જવાનું છે, તે પણ ધીમે ધીમે તમારા પંથે ચાલશે. હાલ પણ સાધ્વીએ પાસે આવે છે અને બનતી સેવા કરે છે. તેમની તરફથી જરા પણ વાંધા કે ના મરજી હોય એમ માનવાને કારણ નથી. માટે હવે રાખા વિચાર નક્કી.”
મહારાજને આવે ઉપદેશ સાંભળી કસ્તુરચંદ શેઠ પીંગળ્યા, અને વિચાર કરી કહેવા લાગ્યા હું જરા ઘર આગળ જઇ નક્કી કરૂં.” ધરમચંદ—“હવે ઘેર જઇ કાને પુછવાનું છે ? ખેલાવું છુંજય ?”
66
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com