________________
વ્યાખ્યાનમાં આચાર્યને કૈધાગ્નિ.
૪૫
શેઠ બિચારા ગભરાયા પણ સમયસૂચકતા વાપરી હીંમત લાવી બેલ્યા “મહારાજ ! હું ગરબા વખતે હાજર નહતો પરંતુ તપાસ કરતાં અને ભાઈઓને પુછી જોતાં આપ કહે છે તે પ્રમાણે કોઈએ ચકોરવિજયનું નામ દીધેલું નથી. આપને કેઈએ ખોટું સમજાવેલું છે. છતાં ઘડીભર માને છે કે હલકા મનના માણસે એ ઉદગાર કાઢો હોય તો આપે તે વાત ગળી જવી જોઈએ. આમ છાણે વીંછી ચડાવી ઢેલ પીટાવો જોઈએ નહીં. કેઈ ચકેરવિજયની વાત જાણતું નથી તે આપ ચોળીને ચીકણું કરે છે. તે મને તે વ્યાજબી લાગતું નથી.
આચાર્ય કહેવા લાગ્યા “ ત્યારે શું અમારા આગળ વાત આવી તે ટી? કહેતા હે તે હાથ પકડી તે માણસને ઉભે કરું” એમ કહી દમથી કામ લેવા લાગ્યા.
આ સાંભળી એક માણસથી કહ્યા વિના રહેવાયું નહીં તેથી તે વચમાં બોલી ઉઠયો “સાહેબ ! જાણતા હે તે સુખેથી હાથ પકડી ઉભે કરે, ઉભો કર્યામાં કાંઈ પણ સાર કાઢશે નહીં. દુનિયા તે જેવું દેખશે તેવું કહેશે, પાદશાહની પણ પૂંઠ છે. જ્યાં આવા ગરબા ગવાય ત્યાં સાધુથી રહેવાતું હશે ? અને બારીઓ ઉઘાડી મુકાતી હશે ? અઢાઈ ઉત્સવની રજા આપતી વખતે જ કેઈએ તે વખતે મહાજનમાં ઇસારે પણ કર્યો હતો કે મેડા ઉપર સાધુ રહે છે તે શી રીતે ચેકમાં ગરબાની વ્યવસ્થા રખાશે ? તે વાત ઉપર કોઈએ ધ્યાન આપ્યું નહીં તેનું આ પરિણામ આવ્યું.” એમ કહી તે માણસ ત્યાંથી ચાલતે જ થયો. આચાર્ય કેધ અને રીસના આવેશમાં બોલ્યા “શેઠ ! આ શું? છે કાંઈ બંદોબસ્ત ? શા માટે આવા ભામટા લોકોને વ્યાખ્યાનમાં પેસવા દો છે ? ગરબો ખલાસ થયા પછી પણ ઘણું જ ગેરવ્યવસ્થા જોવામાં આવી હતી. લોકે પેલી ખીસાબત્તીના પ્રકાશ અમારી બારીઓ તરફ ફેંકતા હતા. આવી રીતે અમારાં છિ જેવા માગે છે? માટે શોધી કાઢે ગુન્હેગારને અને તેમને દંડ કરી માફી મગાવે. તે શીવાય અમે ગોચરી નીકળવાના નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com