________________
૪૮
પ્રકરણ ૭ મું.
૧
:
૧
-
-
૧
પણ શેઠ ! મારે તેમને શી રીતે સમજાવવા ?”
ધરમચંદ ! તમે કસ્તુરચંદને ત્યાં જાઓ, આ વાત તેમને સમજાવો અને તેમને કહો કે ચકોરવિજયને વહોરવા તેડી આવે, તે જરૂર આવશે અને કસ્તુરચંદ સમજાવશે એટલે સઘળું શાંત પડી જશે. આ તમને કુંચી બતાવી.
ધરમચંદ ત્યાંથી સીધા કસ્તુરચંદ ડોસાને ત્યાં ગયા. આજે શેઠ કસ્તુરચંદ તથા તેમનાં ધર્મપત્ની તારાબાઈ વ્યાખ્યાનમાં નહીં આવેલાં હોવાથી વ્યાખ્યાનમાં બનેલી હકીકતથી બનવાકેફગાર હતાં તેથી ધરમચંદે કેટલીક વાત સમજાવી અને ડોસા ચકોરવિજયજીને વહરવા બોલાવવા ગયા. ધરમચંદને તારા સાથે બોલવાની છુટ હોવાથી તેમણે બધી બીના અથથી ઇતિ સુધી તારાને કહી. તારા તો ગરબા વખતેજ બધું સમજી ગઈ હતી, પણ તે ભેદ નહીં ઉડતાં તેણે કહ્યું “એમાં શું? હું તેમને સમજાવીશ. મારું કહેવું માને તેમ છે, કારણ કે ડોસા આ આચાર્ય પાસે દીક્ષા લેવાના છે એટલે અમારા ઉપર ક્રોધ નહીં કરતાં ચેલાની લાલચમાં અમારું કહેવું માનશે, માટે તમે જરા પણ ચિંતા કરશે નહીં, મહારાજને નહીં જવા દઈએ. તમારે અઠ્ઠાઈ ઉત્સવ બરાબર નિર્વિદને પાર પાડીશું.”
આમ વાત ચાલે છે એટલામાં “ધર્મલાભ” શબ્દો કાને પડયા. “પધારે મહારાજ” એમ કહી ધરમચંદ શેઠ બારણા આગળ આવ્યા. તારા રસોડામાં ગઈ. ચકોરવિજય તથા ડોસા અંદર આવ્યા. ધરમચંદ મહારાજને કહેવા લાગ્યા “આચાર્ય રીસાઇને જાય તે ઠીક નહીં. મારા અઠ્ઠાઈ ઉત્સવમાં આવું વિધ્ર હોય ! એ માટે તમને ખાસ બોલાવ્યા છે. વહોરવાનું તે માત્ર નિમિત્ત છે.”
વચ્ચે તારા બોલી “ જુઓ મહારાજ! આચાર્ય પાસે તે દીક્ષા લઈ તમારા ચેલા તરીકે થવાના છે હવે થોડા દિવસ ખુટે છે અને તમે આમ રીસાઈને જાઓ તો પછી તમારી પાસે દીક્ષા લેવી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com