________________
૩૦
પ્રકરણ ૫ મું.
દુનિયાને લ્હાવો લે છે. એ તે અજબ સ્ત્રી છે. બડી પહેચેલી છે.
જ્યારથી એ ડોસાને પરણું છે ત્યારથી તેનાં પરાક્રમ એક પછી એક બહાર પડતાં જ જાય છે. ડોસાને તે ક્યારની ચોથા વતની બાધા છે” એમ કહી માલતીના સામું જોઈ સરલા હસવા લાગી અને શરમ દબાવી રાખવા મેં આગળ રૂમાલ આડો ધર્યો.
ચંદ્રકુમારે કહ્યું “બાઈને જોઇએ નાટક સીનેમા અને ગરબા અને ડોસાને જોઇએ ઉપાશ્રય, એ બન્નેને ક્યાં મેળ ખાય! વળી સાંભળ્યું છે કે ડોસાને દીક્ષા લેવા વિચાર છે.
માલતી બેલી. “દીક્ષા લે કે ન લે, પણ તારાબાઈ ઘરડા ડોસાને જ્યારથી પરણું છે ત્યારથી જ દીક્ષા જેવું જ છે ને ? માબાપે કાંઈજ વિચાર કરેલો જણાતો નથી. વગર વિચારનું આ પરિણામ.
રસિકલાલે કહ્યું “ગઈકાલના ગરબામાં તેની ઍકટીંગ તો ખરેખર જોવા જેવી જ હતી. આજે તમારે પણ ગરબામાં ભાગ લેવાને છે. એવી ઍટીંગ પુરૂષને ફેંદામાં ફસાવવા માટે તમારે શીખવી જોઈએ. એ પણ વશીકરણની મહાન વિદ્યા છે.”
સરલા બોલી “વાત તે ખરી છે. એવી એકટીંગમાં ઘણા લોકો ફંદામાં ફસાયા છે. મોટા મોટા મુનિવર જેવા પણ ફસાય છે તો સામાન્ય માણસની શી વાત કરવી ?”
એ શબ્દો સાંભળી રસિકલાલ ચંદ્રકુમારની સામું જોઈ મંદહાસ્ય કરવા લાગ્યો. સરલા તેમનું સ્મિત જોઈ માથું હલાવી બેલી કેમ હસવું આવ્યું ? કાંઈ તે બનાવ બન્યો છે”
ચંદ્રકુમાર કહે “વધારે તો નહીં પણ ઘણું જોવામાં આવ્યું.”
માલતી કટાક્ષમાં બોલી “શું જોવામાં આવ્યું? કઈ સાધુની નજર તે બગડી નથીને ?”
ચંદ્રકુમારે કહ્યું “તેમ પણ કદાચ હેય, નજર ગુન્હેગાર છે.”
વચ્ચે સરલા બોલી “એ તે પેલા ચકોરવિજયજી હશે. રૂષ્ટપુષ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com