________________
૩૮
આ દિવસ ધર્મના કામમાં ગાળે છે. બૈરી પણ પિતાની જાતને લાગ્યશાળી માનતી હતી કે ધણુ તરફથી ધર્મના બહાને સ્વછંદપણે વર્તવાની છુટ મળી છે.
ગરબો શરૂ થયો. સ્ત્રીએ ગોળ આકારમાં ગોઠવાઈ ગરબી ઉપાડી તાળા પાડી ફરવા લાગી કે રસિકલાલ અને ચંદ્રકુમારને મોટરની વાતનું સ્મરણ થયું અને મેડાની બારીઓ તરફ નજર કરવા લાગ્યા.
માલતી અને સરલાને પણ તે જ વિચાર ઉદ્દભવ્યા. સરલા તે ચરવિજયને સારી રીતે ઓળખતી હતી. તેણે ધારીને જોયું તો તેજ ચકોરવિજય સાધુ બારીથી જરાક દુર બેઠેલા જણાતા હતા. એક ગરબી પૂરી થઈ કે બીજી ગરબી તારાએ મધુર સાદે ઉપાડી. પ્રેક્ષકવર્ગની દષ્ટિ તે તરફ દેરાઈ. આજને પિશાક એ ધારણ કર્યો હતું કે તેની ભાતભાતની ટીકાઓ થવા લાગી. બૈરીઓ પણ તારાની ટાપટીપની વાત કરી “મુઈ એ તે વંડી ગયા જેવી છે ” એવા તિરસ્કારના ઉદ્દગાર કાઢતી. કામાંધ પુરૂષોના બકવાટની તે વાતજ કરશે નહીં. તારાની સાડી પણ એવી હઠીલી થઈ હતી કે તે વારંવાર માથા ઉપરથી ખસી જતી હતી, જેથી માથું ઉઘાડું થઈ જતું, આથી ફરી ફરી ઢાંકવાને હાથને તસ્દી આપવી પડતી હતી. અને કઈ કઈવાર એકાદ તાળીને તાલ પડતા મુકી નિભાવી લેતી હતી. લેકેનું ચિત્ત ગરબી સાંભળવા કરતાં તેના હાથના ચાળા અને હાવભાવ જોવામાં વધારે રોકાયેલું રહેતું. એ ગરબી પૂરી થઈ કે નીચેની ગરબી શરૂ કરી
એ રંગરસિયા ક્યાં રમી આવ્યા રાત જે ? આંખડલી રાતી ને ભર ઉજાગરા રે લોલ. એ ટેક. અમે ગયાં'તાં સેનીડાના હાટજે, મુગટ ઘડાવતાં વહાણું વહી ગયાં રે લોલ. એ. ૧ ઘેરે મારા સસરે દેશે ગાળજે,
સાસુડીના તડ તરફડા નહીં ખમું રે લોલ. ઓ૦ ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com