________________
ગરબા અને ભક્તિશૃંગારરસ.
અ૭
મજ અંદર અને સભ્યતા હતા. પીસી બદન
ગઈ કાલ કરતાં વધારે જણાતો હતો. ગાનાર સ્ત્રીઓની સંખ્યા તેમજ જેનાર પુરૂષની સંખ્યા વધારે હતી.
ડી વાર થઈ કે પેલાં તારાબાઈ આજે ગુલાબી ઝીણું સાડીમાં સજ થઈ બાજુના ઓરડામાંથી પધાર્યા. સાડીનું પિત એવું બારીક હતું કે અંદરનું આખું શરીર પૂરેપૂરું સાડીના છિદ્રોમાંથી પ્રકાશ મારતું હતું. મેટરમાં જે સભ્યતા દેખાતી હતી તેનાથી ઉલટો જ દેખાવ આ સ્થળે જોવામાં આવતો હતો. પીન ભરાવવાની ખુબી
એવી હતી કે જે અવયવે ઢાંકી રાખવા જોઈએ તેને બદલે ખુલ્લા રાખવામાં આવ્યા હતા અને રખેને તે સાડીના છેડાથી ઢંકાઈ જશે એવા ડરથી સાડીને પીનના અંકુશમાં રાખવામાં આવી હતી. જાણે કે આખા શરીરની શોભા તેમજ સમાયેલી હોય તે પ્રમાણે તેની નજર તે તરફ વધારે દોરાયેલી રહેતી હતી. વૃદ્ધ કાકાની ધર્મપત્ની એટલે નાની છતાં બધાંથી મોટી ગણતી. મેટાં આધેડ વયનાં બિરાં પણ તેને કાકી કહી માનથી બોલાવતાં. આ વડીલપણાના કારણથી તેને લાજ કાઢવાની કે જરા આથું ઓઢી વિવેક રાખવાની ચિંતા ક્યાંથી હોય ? શેઠ કસ્તુરચંદને તો આવું તેવું જોવાનું ગમતું નહોતું. તે તે પડિક્કમણું કરી આચાર્યની પાસે બેઠા હતા. ધર્મના નામે જે કાંઈ કરવું હોય તે તેમનાં ધર્મપત્ની તારાબાઈને કરવાની છુટ હતી. આ કાંઈ શરદપૂર્ણિમાના ગરબા જે ગરબા નહતો પરંતુ પુરૂષ જેમ ભગવાન આગળ નગારાં સાથે કાંસીજડા વગાડી ભક્તિ કરે છે તેમ સ્ત્રીઓ માટે ગરબા ગાઇ તાળી પાડી ભક્તિ કરવાની એક આ ધર્મની ક્રિયા હતી એટલે આવા ધર્મના કામમાં દરેક પ્રકારે ભાગ લેવા માટે તારાબાઈને તેના સ્વામીજીની પૂરેપૂરી છુટ હતી અને તે છુટને તે ઉપયોગ કરતી હતી. ગમે તેવાં આછાં કપડાં પહેરે, ગમે તે પ્રમાણે છેડે છૂટ મુકે, ગમે તેવા હાવભાવ કરે, તે બધું ધર્મના કામમાં સ્વામીનાથને રુચતું હતું. પિતાની સ્ત્રીના આવા વર્તનથી ડેસા પિતાની જાતને ભાગ્યશાળી માનતા કે ઘરમાં બૈરું ધમ મળ્યું છે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com