________________
દીક્ષામાં દયાના બળીદાનના સમાચાર,
૩૫
આંતરડી કકળે છે માહરી, ધૂળ બન્યો અવતાર છે. આ શું ૩ કોણે તેને આ શીખવ્યું? કોણ તને દે સહાય? જેવી કકળે મુજ આંતરડી, તેવી તેમની થાય છે. આ શું૪ જે જે તને બે હાયતા, તેને લાગો મુજ શાપજી, પ્રભુ તું અરે અરજી સાંભળી, પુત્ર સુધારી આપજી. આ શું૫ નારી બિચારી ટળવળે, દેખ્યું મુજથી નવ જાય, આધણ મુકાયાં છે લેહીનાં, ઘર સૌ ખાવાને ધાયજી. આ શું ૬. દુઃખને ડુંગર આવી પડે, જીવડે માર મુંઝાયજી, પુત્ર મનાવો તે હે પ્રભુ! દિલમાં મહા સુખ થાય છે. આ શું છે
મારા પ્રિય દયાળુ બંધુઓ ! ઉપર પ્રમાણે તેની માની હૃદયવીણ ગાજી રહેશે, અને આપને શેકસાગરમાં ડુબાવી દેશે.
આશા છે કે દયાના ઉપાસકે મારા જૈન બંધુઓ આ મારી વિનંતી ધ્યાનમાં લઈ શા. શશીકાંતના કુટુંબને મદદ કરશે અને શશીકાંતને દીક્ષા લેતે અટકાવી તેની માની અને સ્ત્રીની આંતરડી ઠારી આશીર્વાદ મેળવી પુણ્યના ભાગીદાર થશે. કહેવત છે કે “ઠારે તે ઠરે.” ગાંધારી, માહ સુદ ૧૦
લી. જિનબધુ. આ લેખથી ચારે જણની આંખો અશ્રુમય બની ગઈ. દયાની સાથે ક્રોધ પણ વ્યાપી રહે. છાપું બેંચ ઉપર પછાડી ક્રોધના આવેશમાં આવી રસિકલાલે કહ્યું “હવે તે સાધુઓ હદ છેડવા લાગ્યા. ડેશી અને સ્ત્રી ઉપર ગુજરતે આ ત્રાસ કેમ સહન થાય? અયોગ્ય દીક્ષાના હિમાયતી ત્રણ ચાર સાધુઓને લીધે બધા સારા સાધુઓ વગેવાય છે અને જેનેના જીવદયાના સિદ્ધાંત ઉપર છીણી મુકાય છે.”
માલતી બેલી “હવે તો તમારે લોકમત કેળવવા કર્તવ્યપરાયણ થવું પડશે અને લોકોની આંખ ઉઘાડી ગરીબ કુટુંબને અને સ્ત્રીએને મદદ કરવી પડશે. આવા જે જે સાધુઓ હોય તેમને ઉઘાડા પાડી બહિષ્કૃત કરવા જોઈએ. નહીં તે આવા શુદ્ધિવિજય અને ચારવિજય જેવા પાકશે તે આખી સાધુસંસ્થા કલકિત થશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com