________________
પ્રકરણ ૬ 8. ભોજનના પદાર્થોને નિવેદસામગ્રીમાં બદલી, પહેરવાનાં વસ્ત્રને ધજા પતાકાનું સ્વરૂપ આપી કેવા પ્રકારની શબ્દરચના કરી છે ! બીજી ગરબીમાં સાડી અને પલકાને બદલે એ અને મુમતી (મહુપત્તી) શબ્દગોઠવી સસરાને બદલે સાધુની સાથે જવાની વાત કરવી મેં તેમાં ભક્તિ આવી ગઈ? આ તે ભક્તિરસ કે ચે શૃંગારરસ ? ધર્મના નામે ગરબીમાં પણ કેવી રચનાઓ રચાય છે? કેવી શબ્દ ગુંથણી થાય છે ? તે દિવસે મહાજનમાં એક ગૃહસ્થ સાફ કહ્યું હતું કે “ધર્મશાળામાં તે મુનિમહારાજે રહે છે ત્યાં ગરબાની ગોઠવણ શી રીતે થશે ?” ત્યારે તેને જવાબ મળ્યો કે “એ તે ચાલે, બારીઓ બંધ રહેશે છે એક બારી બંધ? શો જમાનો આવ્યો છે? સાધુને ચિત્રમાં પણ સ્ત્રીની મૂર્તિ જોવાની મનાઈ ત્યાં આવા ગરબા જેવાની છુટ હોઈ શકે ? આમાં અને નાટકમાં શું ફેર છે? વળી તારા જેવી ગાનારી અને હાવભાવ કરનારી છકેલ સ્ત્રી ગાય અને સાધુ સાંભળે અને દુરથી જુએ ! શું આ સાધુને આચાર છે? ખરેખર મને તે આજને દેખાવ જોઈ ઘણુંજ લાગી આવ્યું છે. અઠ્ઠાઈ ઉત્સવમાં આ ગરબે નીકળતો હશે? આ કરતાં તે બપોરે પૂજામાં સારે ગર્વ લાવી વાઘ સાથે ઠાઠથી પૂજા ભણતી હોય તો હદય ઉપર સારી અસર થાય અને પૂજા પણ સારી રીતે ભણાય. તેમાં તે વેઠ, અને આ ભક્તિના બહાને ગરબાની રચના કરવામાં છુટા હાથે પૈસા ખરચ કરવામાં આવે એ કેટલો બધો અન્યાય? દેખાદેખી કરવામાં કેટલો બધે અનર્થ થાય છે તેને આ એક દાખલો છે.
ભક્તિનું એક પણ કાર્ય એવું ન હોવું જોઈએ કે જેમાં શૃંગાર રસને પુષ્ટિ મળે અને કામવિકારને ઉત્તેજન મળે. તેમાં તે શાંતિ અને વૈરાગ્યની ભાવના છવાયેલી હોવી જોઈએ ? આમાં પ્રભુની ભક્તિ કયાં થાય છે તે સમજાતું નથી, માત્ર પ્રભુને મુકુટ કે સાધુનો આઘો કે મુમતી એટલા શબદો મુખમાંથી નીકળ્યા એટલે બસ ભક્તિ થઈ જતી હોય તો તે સિદ્ધાંત વિચારવંત મનુષ્ય કદી પણ સ્વીકારશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com