________________
૩૬ --
આંગળી સડે ત્યાંથી કાપી નાખવી જોઈએ. નહીં તે તે સડે હાથમાં દાખલ થશે અને ત્યાંથી શરીરમાં દાખલ થઈ પ્રાણ લેશે. સડાને એકઠે થવા દેવો જોઈએ નહીં. બરાબર જાગૃતિ લાવ્યા વિના છુટકોજ નથી” આમ તે વિષય ઉપર ચર્ચા ચલાવતાં ત્યાંથી ઉઠયાં અને મોટરમાં બેસી વાતો કરતાં કરતાં ઘર તરફ ઉપડયાં. રસ્તામાં ચંદ્રકુમાર અને સરલાને ઉતારી રસિકલાલ અને માલતી પિતાને ત્યાં ગયાં.
પ્રકરણ ૬ .
ગરબે અને ભક્તિશૃંગારરસ,
(હરિગીત) શૃંગારરસ ને ભક્તિરસ બે સાથ જ્યાં જોડાય છે, જનતા ભલી ભોળી બિચારી કુંદમાં સપડાય છે; દઈ નામ ભક્તિનું ભલું પછી કામ છુટથી થાય છે,
શૃંગારરસ ત્યાં ધર્મના ન્હાના નીચે પોષાય છે. –લેખક રસિકલાલ અને ચંદ્રકુમાર બંને જણ સજોડે બરાબર આઠ વાગે ધર્મશાળામાં ગયા. દર્શન કરી રસિકલાલ અને ચંદ્રકુમાર ભાવનામાં બેઠા. માલતી અને સરલા સ્ત્રીવર્ગ તરફ વળ્યાં કે ધરમચંદનાં પત્નીએ આવકાર આપી તેમની પાસે બેસાડ્યાં. આરતી મંગળદી અને ભાવનાની પૂર્ણાહુતિ થયા બાદ ગરબાની રચના એકદમ ગોઠવાઈ ગઈ લોકે પણ તેની રાહ જોઈ રહ્યા હતા.
રસિકલાલ અને ચંદ્રકુમાર મેડાની સામેની એાસરીમાં એક બેંચ ઉપર જઈ બેઠા. શેઠાણીએ સરલા અને માલતીને ગરબામાં ગાવા ઉતએ રવા આગ્રહ કર્યો, પણ તેમણે શરમને લઈને ના પાડી. અને એક
આજુએ કેટલીક સ્ત્રીઓની સાથે જોવાને બેસી ગયાં. આજનો ઠાઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com