________________
૨૪
પ્રકરણ ૪ થું. કરી આચાર્યશ્રીનું મન પ્રસન્ન થાય એવી રીતે આપણે આપણું કર્તવ્ય કર્મ બજાવવું જોઈએ. આ બધું આપ ભાઈઓનું કામ છે એમ સમજી પૂરેપૂરી મદદ કરશે. આચાર્યશ્રી માહ વદ ૧૦ ના રોજ અત્રેથી વિહાર કરવાના છે; કાલાવાલા કરી પાઘડી ઉતારી પગે લાગી મહા મહેનતે એઓશ્રીને રેક્યા છે માટે જરૂર લાભ લેશે. જે ધારેલી ધારણ બર આવશે તો મોટો વરઘોડે પણ ચડાવવામાં આવશે, પણ તે વાત હજુ નક્કી નથી.''
વચ્ચેથી કોઈએ પ્રશ્ન કર્યો “શી ધારણા છે તે જણને?' ધરમચંદે જવાબ આપ્યો “જ્યાં સુધી તે વાત નક્કી ન હોય ત્યાં સુધી તે વાત બહાર પાડવી તે ઠીક નહીં.”
ચંદ્રકુમારે કહ્યું “ કહેવામાં શી હરકત છે ? બધા જાણે તે ખરા. ધરમચંદ જરા ખચકાયા. એટલે ન્યાતના શેઠ બોલી ઉઠયા
ધરમચંદ? શા માટે બોલતાં ખચકાઓ છે ? જેને વિરૂદ્ધ આવવું હશે તે આવશે. પાછળથી કહ્યા કરતાં હમણાં જ વાત કરવી સારી છે માટે ગભરાયા શીવાય સુખેથી કહે. જોઈએ છીએ કેણ વિરૂદ્ધ આવે છે ?”
આ પ્રમાણે હીંમત મળવાથી ધરમચંદ કહેવા લાગ્યા “જુઓ ભાઈઓ સાંભળે ! અત્રે એક ચતુરા નામે સધવા બાઈ આવેલી છે તેને આચાર્યશ્રી પાસે દીક્ષા લેવાનો વિચાર થયો છે. બાઈએ ધર્મનું જ્ઞાન સારી રીતે સંપાદન કરેલું છે. માબાપની સંમતિ છે. જોકે ઉંમર આશરે પચીસ વર્ષની છે છતાં દુનિયા ઉપરથી રાગ ઉતરી ગયો છે. તેનાં માબાપને તેડાવ્યાં છે તે જે આવશે તે સારે દિવસ જોઈ વરઘોડો ચડાવી દીક્ષા આપવામાં આવશે. જે માબાપ નહીં આવે તો દીક્ષા આપવાનો વિચાર નથી. હું ધારતો નથી કે આમાં કોઈને વાં હોય.”
વચ્ચે કોઈએ શંકા ઉઠાવી “બાઈ પચીસ વરસની સધવા છે તો તેના ધણીની સંમતિ છે કે નહીં?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com