________________
રર
પ્રકરણ ૪ યું.
પ્રકરણ ૪ શું.
~~^^^.^.
મહાજનસભા, અઠ્ઠાઇ ઉત્સવના પહેલા દિવસ, રાત્રે ભાવના અને ગર.
( હરિગીત).
ઉદ્દેશ જ્યાં પ્રભુભક્તિને ત્યાં કાર્ય કેવું સધાય છે ? જોનારની સંખ્યા થકી તેની પરીક્ષા થાય છે. પૂજા અને વળી ભાવનામાં ભાવ ક્યાં ઉડાઁ જાય છે ? ગરબાની રચના નિરખવાને ભાવ શેા ઉભરાય છે!! —લેખક.
જાણે મેાટી પરિષદ્ મળવાની હોય તે પ્રમાણે ધર્મશાળાના મોટા ખુલ્લા ચોકમાં જાજમ પથરાઈ ગઈ હતી, એક બાજુએ ગાદી ટકીઆ ગેાઠવી દેવામાં આવ્યા હતા. ચાર છેડે ચાર કીટસન લાઈટ પ્રકાશ મારી રહી હતી. આ બધી ગોઠવણ શેઠ ધરમચંદ તરફથી કરવામાં આવી હતી. આને શુમાર્ થયા કે મહાજનના ગૃહસ્થા એકે એકે આવવા લાગ્યા. ન્યાતના શેઠે મનસુખલાલની સાથે રસિકલાલ, ચંદ્રકુમાર વીગેરેની મંડળી પણ આવી.
જાણે પ્રેક્ષકાની ગેલેરીમાં બિરાજમાન થયા હોય તે પ્રમાણે મેડા ઉપર મુનિ મહારાજો બારીમાંથી અવલેાકન કરી રહ્યા હતા, અને આચાર્યશ્રી મનમાં મલકાતા હતા કે મારે લીધે કેવા ઉત્સાહ ઉભરાઈ જાય છે અને ધામધુમ થાય છે! સાડા આઠે તા બધી જાજમ ભરાઈ ગઈ અને ઘણાખરા આગેવાને આવી ગયેલા જોઈ ન્યાતના શેઠ મનસુખલાલે વારસામાં મળેલી પ્રમુખસ્થાનની ગાદી ઉપર એકે એકે સભા ભરવાના ઉદ્દેશ સમાવતાં જણાવ્યું કે “મારી જોડે બિરાજમાન થયેલા શેઠે ધરમચંદ તે આપણા શહેરમાં શ્રીમંત ગૃહસ્થ છે, આપણી ન્યાતમાં તે આગેવાની ભર્યો ભાગ લે છે, ધર્મના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com