________________
મહાજન સભા.
૨૩
સ્તંભરૂપ છે એમ કહીએ તો તે ખોટું નથી. તેમની ઈચ્છા એવી છે કે આચાર્યશ્રી સૂર્યવિજયજી મહારાજ અત્રે પધારેલા છે તેમના માનાર્થે આપણે કાંઈ ધર્મકાર્ય કર્યું હોય તે જિનશાસનની શોભામાં વધારે થાય એમ ધારી મોટા ઠાઠથી આજ ધર્મશાળામાં અઠ્ઠાઈ ઉત્સવ ભણાવવાનો વિચાર રાખે છે. તે માહ વદ ૧ થી શરૂ કરવાને છે અને તે નિમિત્તે માહ વદ ૯ ના રોજ નવકારશ્રી જમાડવાની છે. આઠે દિવસ બપોરે પૂજા ભણશે અને પ્રભાવના થશે, રાત્રે ભાવના બેસશે અને પછી આજ ચોકમાં સ્ત્રીઓને ગરબા ગાવાની ગોઠવણ કરવામાં આવશે. રાત્રે પણ પ્રભાવના થશે અને ગાવા આવનાર સ્ત્રીઓને યથાશક્તિ લ્હાણી આપવામાં આવશે.
કોઈએ પ્રશ્ન કર્યો “પણ આ સ્થળે મુનિમહારાજે રહે છે એટલે રાત્રે ગરબાની ગોઠવણ શી રીતે થશે તે સમજાતું નથી. ચોકમાં તો કીટસન લાઈટને પ્રકાશ ચારે બાજુ ઝગઝગી રહેવાને.”
શેઠે જવાબ આપ્યો “તેમાં કાંઈ હરક્ત નહીં, મુનિમહારાજે તે ઉપર રહે છે, અજવાળું આવશે એટલી ઘડી બારીઓ બંધ રહેશે.” આ પ્રમાણે ખુલાસો કરી આગળ ભાષણ કરતાં શેઠે જણાવ્યું “ભાઈ ! એ પ્રમાણે શેઠ ધરમચંદ તરફથી અઠ્ઠાઈ ઉત્સવ જણાશે અને રાત્રે ગરબા ગવાશે માટે તેમાં દરેક ભાઈ બેન પધારી શેઠને આભારી કરશે એવી આશા છે.”
આ પછી શેઠ ધરમચંદ ઉભા થઈ બે હાથ જોડી નમ્રતા ધારણ કરી કહેવા લાગ્યા “હું તો બધા ભાઈઓને દાસ છું. આપણ અહેભાગ્ય કે આચાર્યશ્રીનાં આ શહેરમાં પગલાં થયાં. આપણે આવી સોનેરી તકને લાભ ન લઈએ તે આપણે આપણી ફરજમાંથી પાછા હઠયા ગણાઈએ. ન્યાતના શેઠ સાહેબે કહ્યું છે તે પ્રમાણે મારા તરફથી અાઈ ઉત્સવ વદ ૧ થી શરૂ થશે માટે તમામ ભાઈઓ અને બેને આમાં ભાગ લેશે. આવો અવસર ફરી ફરી આવતો નથી, નાણું મળે છે પણ ટાણું મળતું નથી, માટે આવાં ધર્મકાર્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com