________________
વૈટિસન રેડીંગ કંપનીની ઑફીસ
૨૧
દીક્ષાનું નામ સાંભળી અનાચારની વાત પડતી મુકી ધરમચંદ શેઠ બોલી ઊઠયા “ચંદ્રકુમાર ! ભુલો છે, દીક્ષા એજ ખરી ચીજ છે, એજ મોક્ષમાં લઈ જનાર છે, બાકી બધાં ફાંફાં છે.”
દીક્ષા મોક્ષમાં લઈ જનાર છે તે વાત ખરી, તે માટે બે મત છે જ નહીં, પણ ગમે તેવી દીક્ષા મોક્ષમાં લઈ જશે ? સાધુનાં કપડાં પહેર્યો એટલે દીક્ષા?”
“ હા હા, કપડાં પહેર્યા એટલે દીક્ષા, તેથીજ આત્માને ઉદ્ધાર છે.”
વાત જરા પલટાવી વચ્ચે રસિકલાલે જણાવ્યું “સાધુ આચાર વિરૂદ્ધ વર્તતા હોય તે શું આપણે તેમને તેમનું વર્તન સુધારવા સૂચના ન કરી શકીએ ?”
રસિકલાલ ! તમે ભુલો છે. આચાર્ય જે કરતા હશે તે સમજીને જ કરતા હશે. આપણું શું ગજું કે મેટા ગીતાર્થની આપણે ભુલો કાઢી શકીએ ? આપણે તો શ્રદ્ધા રાખવી, જરા પણ શંકાથી જેવું નહીં, આવી શ્રદ્ધા હોય તો જ આપણે ઉદ્ધાર થાય. તમે બધા અંગ્રેજી ભણી સુધરી ગયા તેથી તમને આવી ધર્મની વાત ન ગમે.” એમ કહી ધરમચંદ ઉભા થયા અને જતાં જતાં આગ્રહ કરી કહેવા લાગ્યા “ જરૂર તમે બંને રાત્રે મહાજનમાં આવજે. જૈનધર્મશાળાના ચેકમાં મહાજન મળવાનું છે, તમને લાબે વખત નહીં રોકીએ. જરૂર આવજો. સાહેબજી, ” એમ કહી ધરમચંદ શેઠ ત્યાંથી ચાલ્યા.
તેમના ગયા પછી ચંદ્રકુમાર રસિકલાલને કહેવા લાગ્યો “કેમ રસિકલાલ! દીક્ષાની વાત કરતાં શેઠને મિજાજ કેવો ખસી ગયે?”
તેં પણ ઠીક ઠંડા કાળજે દીક્ષાના જવાબ આપી ટુંકામાં પટાવી દીધું; ચકારવિજયની વાત કરી આંખ ઉઘાડી તે પણ સારું કર્યું. જે આપણે કડક જવાબ આપ્યા હતા તે વધારે બેલાચાલી થાત. હવે રાત્રે ધર્મશાળામાં ભેગા થઈશું” એમ કહી રસિકલાલ પણ ત્યાંથી વિદાય થયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com