________________
પ્રકરણ ૩ જી.
જેવું ન કરીએ તે આપણે શ્રાવક શાના? માટે મારે વિચાર એ છે કે આઠ દિવસ સુધી ખૂબ ધામધૂમ કરીએ. વખતે એક બે જણને દીક્ષા આપવાનો પણ લાભ મળી જાય. આ અવસર ફરી ફરીને ક્યાંથી આવે ? આ સૂર્યવિજય આચાર્યથી જ આપણો જૈનધર્મ ટકી રહ્યા છે. હાલમાં પદ્મવિજય, શાંતિસાગર, પુપવિજય જેવા કેટલાક સુધરેલા આચાર્યો નીકળ્યા છે તેમને આવા ઉત્સવ, ઉજમણાં, દીક્ષા મહોત્સવ વગેરે ધર્મકાર્યો ગમતાં નથી. પણ તે બધા આ સૂર્યવિજય આચાર્યના તેજ આગળ ઝાંખા પડી જાય છે. કેટલાક તમારા જેવા સુધરેલા તેમને મદદ કરે છે તેથી તેમનું જરા જરા ટકી રહ્યું છે. નહીં તો ક્યારના ભેખ છોડીને ઘેર બેસી ગયા હતા.”
કટાક્ષ ભરેલા શબ્દો સાંભળી ચંદ્રકુમારે જવાબ આપ્યો, “શેઠ સાહેબ! તમારી વાત સાચી છે. એવા સાધુઓને અમે ટેકો આપીએ છીએ અને આવા સાધુઓને તમે ટેકે આપે છે. આ આચાર્યના ચેલા ચકોરવિજયનું ચરિત્ર કેવું છે તેને ખાનગી રીતે તપાસ કરે એટલે તમને સમજાશે કે અમે ખરા કે તમે ખરા. ગયા માસામાંજ ભવાડે થયો હતો. એવા દુરાચારી ચેલાને આચાર્ય સાથે લઈને ફરે તે શું આચાર્ય માટે સારું કહેવાય ? અને તમે બધા તેવા ચેલાને ઉપાશ્રયમાં કે જેનધર્મશાળામાં ઉતરવા દે તે તમારા માટે પણ સારું કહેવાય ? ચકોરવિજયને લઈને તે આચાર્ય પણ બહાર વગોવાય છે. વધારે દિવસ રાખશે તે અહીં પણ કાંઈ નવાજુની થશે. જે તમારા જેવા ગૃહસ્થ આવા ચકોરવિજય જેવા સાધુને ટેકે ન આપે તો તેમનું શું ચાલવાનું છે ? એટલું ખરું છે કે તમે બધા પૈસાવાળા રહ્યા તેથી ગમે તેને પૈસાથી દાબી શકે. મારે અત્યારે કહેવું પડે છે કે સાધુઓને તમારા જેવાની મદદ ન હોય તો હાલમાં અપાતી અયોગ્ય દીક્ષાઓ તરતજ બંધ કરી શકાય, અને છાપામાં દીક્ષાના ભવાડા સાંભળીએ છીએ તે સાંભળવાને પ્રસંગ આવે નહીં.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com