________________
૫૩
આવિર્ભાવ કરવા માટે જે જીવન આપવામાં આવ્યું છે તેનો ત્યાગ કરવો એ માણસની પૂર્ણતા માટે અનિવાર્ય ગણાય જ નહિં, અને મને તે હેતુ પણ હોઈ શકે નહિં. કેટલાક ખાસ સંજોગોમાં એવો જીવનનો ત્યાગ ઈષ્ટ ગણાય, અથવા તે આખી માણસ જાતિની પ્રગતિ કરવા માટે વ્યક્તિને એ પ્રમાણે પ્રેરણા થાય તે બનવાજોગ છે. યેગને ખરે હેતુ–પૂર્ણ હેતુ તો જ્યારે માણસનો યોગ, જીવન સાથે એક થાય અને કુદરતના સ્વાભાવિક યાગની પેઠે માણસ પોતાના આંતર જીવન પ્રત્યે દષ્ટિ કરી જ્ઞાનપૂર્વક એમ કહી શકે કે “આખું જીવન યોગ જ છે ” ત્યારે જ સિદ્ધ થયે ગણાય.”
ઉત્તરાધ્યયન સૂત્રમાં તે ત્યાં સુધી કહ્યું છે કે “સનિત જોf મિક્યુä જાથા સંગમુત્તરા” એટલે કે ઘણા મુસાધુઓ કરતાં સંયમી ગૃહસ્થો પણ ઉત્તમ હોય છે. વનમાં જઈને ત્યાં પવિત્ર ભાવથી રહેનાર યેગી, અગર ગિરનારજીની ગુફામાં ધ્યાન ધરનાર
ગી, અગર તે હિમાલયનાં શિખર પર સમાધિયુક્ત ગીનાં આચરણ કરતાં, વસ્તીમાં રહી વનવાસની પવિત્રતા, ગુફાનું ધ્યાન, અને શિખર પરની સમાધિ જે આચરી જાણે છે તે જ સાચો યેગી. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યનું ગશાસ્ત્ર રાજર્ષિ કુમારપાલનાં માટે જ તૈયાર કરવામાં આવ્યું હતું, અને એક રાજવીનાં જીવનમાં જે યોગનું સ્થાન છે, તો ગૃહસ્થ જીવનમાં શા માટે વેગ અશક્ય હોય ?
સદાચાર ” એ યોગની પ્રાથમિક ભૂમિકા છે. વિચાર અને આચારની સંપૂર્ણ શુદ્ધિ એનું જ નામ સદાચાર. વિવેક એ સદાચારને પાયો છે. સત અને અસત અથવા નિત્ય અને અનિત્યને જુદું પાડવાની શક્તિ તેનું નામ જ વિવેક “ ળ જ્ઞા, વિષે માgિ' અર્થાત્ પ્રાપ્ત થયેલા કામોમાં પણ વિવેકીને ઈચ્છા નથી થતી. એટલે વૈરાગ્ય એ વિવેકનો સહચર છે. વૈરાગ્ય એટલે રાગને નાશ. રાગ એટલે ભૌતિક વસ્તુઓને મેળવવાની કે ભેગવવાની ઈચ્છા. વૈરાગ્ય એટલે સંસાર અને જગતના પદાર્થો પ્રત્યે તિરસ્કાર નહિં, પણ તેના સાચા સ્વરૂપના ભાનથી ઉપજેલી વિરક્તિ એ જ વૈરાગ્ય. બળદના પગની પાછળ ગાડાનું પૈડું ચાલ્યું આવે છે, તેમ વિવેકના પ્રમાણમાં તેની પાછળ વૈરાગ્ય પણ આવે છે જ.
એ યાદ રાખવાનું છે કે જગના માનવીઓ માટે યોગ-આધ્યાત્મિક પ્રગતિ તરફ વળવા માટેની જરૂરિયાત જે આજે ઊભી થઈ છે, તેવી જરૂરિયાત જગતમાં ભાગ્યે જ આ પહેલાં કઈ વખતે થઈ હશે. અણુબોમ્બની શોધને અર્થહીન બનાવવાનો માર્ગ હાઈડ્રોજન બેબની શોધ નથી, પરંતુ માનવીની આધ્યાત્મિક પ્રગતિ જ એ બે અને અર્થહીન બનાવવા સફળ થશે. ત્યારે આપણે હવે સાધકનાં જીવનકાર્યને વિચાર કરીએ.
યોગના માર્ગે જનારા દરેક સાધકે પણ જીવનને યુદ્ધ તરીકે જ માનવાનું છે, પરંતુ એ યુદ્ધ પિતાની જાત સાથે જ લડવું જોઈએ, કારણ કે પોતાના બળથી પોતાની જાતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org