________________
પ્રાસંગિક વક્તવ્ય
ગ” શબ્દ કાને પડે છે અને મહર્ષિ હરિભદ્રસૂરિજીની સાથેસાથે જ આપઆપ મહર્ષિ પતંજલિનું પણ મરણ થઈ આવે છે. તેનું કારણ મને એ લાગે છે કે હરિભદ્રસૂરિજીની જેમ પતંજલિની દષ્ટિવિશાલતા છે. તેમણે યોગમાર્ગમાં ઈશ્વરોપાસનાને થાન આપીને નિષ્પક્ષભાવે ઈશ્વરના સ્વરૂપનું એવું નિરૂપણ કર્યું છે કે એ માન્ય કરવામાં કોઈને પણ વધે આવે નહિં. એમણે વિચાર્યું કે જ્યારે લોકોનું સાધ્ય એક જ છે ત્યારે પ્રતીકના ભેદ માટે વ્યર્થ ઝઘડા શાને માટે? અને એટલા માટે જ એમણે ચેખું કહ્યું કે, તમારું મન જેમાં લાગે તેનું જ ધ્યાન ધરે, પણ ધ્યેય તે મનને સ્થિર–એકાગ્ર કરવાનું રાખી પરમાત્મચિંતનના સાચા પાત્ર બને. “રવિવારના પુર્ણવિરોગ શ્વા'' જેને કલેશ, કર્મ, કર્મના પરિણામ તથા વાસના સ્પર્શ કરી શકતા નથી એવા કોઈ પણ પુરુષ વિશેષને ઈશ્વર કહે છે.
પતંજલિએ યેગસૂત્રમાં હોશ્ચિતવૃત્તિનિરોધ એટલે કે ચિત્તવૃત્તિનિરોધને જ યુગ કહેલ છે, જ્યારે શ્રીમદ્દ હરિભદ્રસૂરિએ યોગને લગતા પિતાના જુદા જુદા પુસ્તકોમાં મેક્ષપ્રાપ્તિ કરાવનાર ધર્મવ્યાપારને જ યોગ કહેલ છે. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે યોગ એટલે સમ્યગૂ જ્ઞાન, સમ્યક શ્રદ્ધા અને સમ્યક ચારિત્રરૂપ રત્નત્રય એમ કહ્યું છે. ગીતાજીમાં યેગને અર્થ સમજાવતાં કહ્યું છે કે ચિત્તની સમતા એ જ યોગ છે, અને ચિત્તની સમતા મન (ક્રિયા) અને બુદ્ધિ(જ્ઞાન)નું ઐકય થાય ત્યારે જ શક્ય બને છે. આ બધી વ્યાખ્યામાં ઉપલક રીતે જોતાં ભિન્નતા જણાય છે, પણ બારીક રીતે જોતાં આપણને ખાત્રી થશે કે માત્ર શબ્દોમાં જ ભિન્નતા છે, અર્થમાં નહિં. “ચિત્તવૃત્તિનિરોધ” એ શબ્દથી તે ક્રિયા અગર વ્યાપાર વિવક્ષિત છે કે જે મોક્ષમાર્ગ માટે અનુકૂળ હોય. મોક્ષપ્રાપ્તિ કરાવનાર ધર્મવ્યાપાર, એને પણ અર્થ એ જ છે. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યો તો ચકખું જ જણાવ્યું છે કે ચાર પુરુષાર્થમાં મોક્ષ ઉત્તમ છે અને યોગ તેની પ્રાપ્તિમાં
૧. પા. . સમાધિપાદ, અ. ૧-૨૪ २ बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते । તમાઘોઘા ગુજરા યોગ જર્મનુ શૈૌરાઢમ્ II (૨-૧૦) ३ चतुर्धर्मेऽग्रणीर्मोक्षो योगस्तस्य च कारणम् । જ્ઞાનશ્રાનારિવારનઝર્થ = સ –ોગશાસ્ત્ર (૧-૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org