________________ 23 શ્રી ભર્તુહરિના આગળ તે ઉત્તમ ફલ નિવેદન કરી ને બ્રાહ્મણે તેને અજરામર કરવાનો મહિમા કહી બતા-૨૫૦. રાજાએ પ્રસન્ન થઈ બ્રાહ્મણને કાટિસુવર્ણમુદ્રા આપી, ને તેથી કરીને તેનું દુઃખકારક દારિઘ નાશ પામ્યું-૨૫૧. રાજાએ તે ફલ લઈને મનમાં વિચાર કર્યો કે રાણુઓમાંથી જે મને અતિપ્રિય છે તેને આ ફલ ખવરાવું–૨પર. . તે મરી ગઈ અને હું જીવ્યો તે મારું જીવ્યું શા કામનું છે ને હું મરી જઈશ તે પછી તે-તે પણ જીવનારી નથી–૨પ૩. . એમ લાભહાનિને વિચાર કરીને રાજાએ ફલ તેને આપ્યું ને તેને અજરામર કરવાનો પ્રભાવ પણ સમજાવ્ય–૨૫૪. પછી મધ્યત એવી રાણી પાંડવ નામના ઘોડાવાળા સાથે અભિરત હતી તેને, તેણે તે ફલ તેના ગુણ સમજાવીને આપ્યું-૨૫૫. પાંડવને, એક ગારમંજરી નામની વેશ્યા સાથે પ્રીતિ હતી, એટલે તેણે તે ફલ લઇને તે વેશ્યાને આપ્યું-૨૫૬. . - વેશ્યાએ વિચાર કર્યો આ મહાગુણવાળું ફલ જેનો સ્વાદ માત્ર લેતાંજ અજર થઈ જવાય, તે હું તે કેવલ પાપિણી છું, પરાધીન છું, ને જવા આવવાના દરવાજા જેવી છું, વિટલેકે જેનું અંગ ચુંથાય છે તેવી છું,ધર્મકર્મવર્જિત છું, હજારે પાપ કરનારી છું, અસત્ય માર્ગે ચાલનારી છું, તે મારા જેવા પાપ કર્મ કરવા સારુ અજરામર થવામાં શું લાભ છે? એમ મનમાં વિચાર કરીને વેશ્યાએ, આ ફલ મને ધોડાવાળે આપ્યું એમ કહીને, રાજા આગળ તેની ભેટ કરી–૨૫૭-૧૫૮-૨૫૯-૨૬૦. રાજાને ફલ દેખી, તથા તેની પરંપરા વિચારી, બહુ વૈરાગ્ય પેદા થયે, જે ઉપરથી આ કાવ્ય -26 1. જેના વિષે હું નિરંતર વિચાર કરું છું તેજ મારા ઉપર પ્રેમ રાખતી નથી, ઉલટી કોઈ અન્યને આસક્ત છે, ને વળી તે અન્ય પાછો તેના વિના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust