________________
સૂયગડાંગસૂત્ર,
गतिभ्रंशो मुखे दैन्यं, गात्रस्वेदो विवर्णता ॥ मरणे यानि चिन्हानि, तानि चिन्हानि याचके ॥१॥
મરણ સમયે જીવને જે ચિન્હ થાય છે, તે બીજા પાસે માગવા જતાં ગતિને બ્રશ થાય, મુખે દીનતા આવે, શરીરે પરસેવે થાય, રંગ ફીક પડી જાય વિગેરે યાચકને ચિન થાય છે. આ પ્રમાણે દુખે કરીને ત્યજાય તે યાચના પરિસહ જીતીને અભિમાન દૂર કરીને મહા સત્વ વાળા ઉત્તમ સાધુઓ જ્ઞાનાદિની વૃદ્ધિને માટે મહાપુરૂષે એ સેવેલા ચારિત્રના માર્ગે ચાલે છે; ૬ ઠી ગાથાના પાછલા બે પદમાં આક્રોશ પરિસહ બતાવે છે. પૃથગજન તે અનાર્ય જેવા મનુષ્ય સાધુના ઉત્તમ અંદર રહેલા ગુણેને વિસરી આ પ્રમાણે સાધુની નિંદાનાં વચને બેલે છે, કે આ સાધુઓ પરસેવાના મેલથી નહાયાવિના ગંદા છે, માથામાં લેચ કરેલા મુંડીયા છે, સુધા વિગેરે વેદનાથી પીડાયેલા છે, તે એએ પૂર્વે પાપ કર્યો છે, તેથી આવાં દુઃખ ભોગવે છે ! અથવા સંસારમાં ખેતી વિગેરે કર્મ કરી થાકી કાયર બનીને સાધુ બની ગયા છે. તથા એ દુર્ભાગીઓને પુત્ર સ્ત્રી વિગેરેએ ઘરમાંથી કાઢી મુકેલા નિરાધાર હોવાથી સાધુ બની ગયા છે! (અથવા ઘરમાં કંઈ આધાર ન હોવાથી ખાવા માટે બાવા બની ગયા છે!)
एते सद्दे अचायंता, गामेसु णगरेसु वा ॥ तत्थ मंदा विसीयंति, संगामंमिव भीरुया ॥ सू० ७॥