________________
સૂયગડાંગસૂત્ર.
ઉપર બતાવેલા આકેશ (અનુચિત) શદેને સાંભળીને તથા કોઈએ ખોટાં આળ મુકી “ચેર કે રાજને કે બીજાને છુપચર અથવા દુરાચારનું નપુંસકનું કલંક મુકતાં તે સહન ન કરવાથી ગામમાં કે નગરમાં અથવા માર્ગમાં વિચરતાં એવા આકાશ થતાં મંદસત્ત્વવાળા મૂર્ખ સાધુઓ દીન મન કરી પીડાય છે, અથવા લડાઈ કરે છે, અથવા સંયમથી ભ્રષ્ટ થાય છે. જેમકે લડાઈમાં ગયેલા કાયર પુરૂષ શત્રુના ચક ભાલા તલવાર શક્તિ તીરથી વ્યાકુળ તથા પટહ શંખ ઝલ્લરીના નાદથી ગંભીર યુદ્ધમાં હતાશ થએલા પિતાનું પુરૂષાર્થ ત્યજીને અપજશને ડાઘ લઈને ભાગે છે તે પ્રમાણે આક્રોશાદિ શબ્દ સાંભળીને બીકણ સાધુઓ સં. ચમમાં ખેદ માને છે. હવે વધ પરીસહ કહે છે.
अप्पेगे खुधियं भिक्खु, सुणी डंसति लूसए । तत्थ मंदा विसीयंति, तेउपुट्ठा व पाणिणो ॥ ८ ॥
કઈ વખત ભુખ્યા સાધુને ગેગરીમાં ફરતાં કૂર કૂતરે કરડે છે, અને સાધુના અંગને કરડવાથી ખંડિત કરે છે તેવી રીતે કોઈપણ જાનવરે કરડતાં અલ્પસત્ત્વવાળો સાધુ સંયમમાં ખેદ પામે છે, જેમ અગ્નિથી બળેલા માણસે . દબાથી પીડાયેલા ગાત્ર સંકેચે છે, અને બરાડા પાડે છે, તેમ સાધુ પણ દૂર પ્રાણીથી કરડાતાં હારીને સંજમથી ભ્રષ્ટ થાય છે. કારણકે તેવાં કૂર પ્રાણી કે દુષ્ટ માણસે જે ગામમાં