________________
સૂયગડાંગસૂત્ર.
મદદ કરશું, એકવારમાંજ તું ઘરના કામથી કંટાળી ભાગી ગયે ! માટે બીજીવાર અમે તને જોઈશું, અને તેને બનતી મદદ કરીશું, માટે ચાલ, આપણે ઘેર જઈએ, દીકરા, એટલું અમારૂ કહ્યું કર! . ૬
गंतु ताय! पुणो गच्छे, ण तेणासमणो सिया। अकामगं परिक्कम, को ते वारेउमरिहति ? ॥ सू.७॥
હે દીકરા ! કદી તું તેમ ન ઈચ્છતા હોય તે એક વાર ઘેર આવી સગાંવહાલાંને મળીને પાછો આવતો રહેજે! અને એટલીવાર ઘેર આવવા માત્રથી તું અશ્રમણ (ગૃહસ્થ) નહીં થઈ જાય, અને તે ઘરનું કામ કરવા ઈચ્છતે નથી, . તે તને તારા ઇચ્છિત ધર્મનું કામ કરવામાં રોકવા કેણુ શકિતવાન થશે! અથવા અકામગતે વૃદ્ધાવસ્થામાં કામ વ્યાપારથી નિવૃત થએલાને સંયમ અનુષ્ઠાનમાં ઉદ્યમ કરતાં 5 અવસરે કોણ તને રોકવાનું છે! जं किंचि अणगं तात !, तंपि सवं समीकतं । हिरणं ववहाराइ, तंपि दाहामु ते वयं ॥ मू. ८ ॥
વળી હે દીકરા! તેં જે (વિનાવિચારે) દેવું કર્યું છે, તે બધાને અમે સરખે ભાગે વહેંચી લીધું છે, અથવા ઉત્કટ દેવું હતું, તે છેડે છેડે આપવાનું કહી માંડી વાળ્યું છે, વળી જે ઘરમાં ધન વિગેરે હતું, તે બધું વ્યાપારમાં લીધું છે, (આદિ શબ્દથી) તથા બીજે પ્રકારે જેમ તને