________________
૧૫ર
સૂયગડાંગસુત્ર,
VV
कप्पेंति करकएहि, तच्छिति परोप्परं परसुएहि ॥ सिंबलितरुमारुहंती खरस्सरा तत्थ णेरइए ॥ नि. ८३ ॥
ખરસ્વર નામના પરમાધામીએ આ પ્રમાણે નારકીને પડે છે. કરવતીઓ ઉંચેથી પાડીને પાટીયા પાડે છે, તેમ કેરા દેરાના આંતરે તેમને ચીરે છે, પછી તેમને પરશુ (કહાડા) વડે બધા શરીરના કકડાઓને છેલે છે, અને પાતળા કરે છે, તથા વા જેવી ભયંકર શૂળવાળી શાલ્મલીના ઝાડઉપર ખરસ્વરે રેતા નારકીઓને ચડાવી પાછા નીચે ખેંચે છે.
भीए य पलायंते समंततो तत्थ ते णिरुंभंति ॥ पसुणो जहा पसुवहे महघोसा तत्थ गेरइए ॥नि.८४॥
મહાઘેષ નામના પરમાધામીએ શિકારીની માફક પરને પીડા કરવામાં હર્ષ પામનારા કીડાથી જુદી જુદી પીડાઓ, વડે નારકીઓને પીડે છે. તે જેમ ડરીને ભાગેલા મૃગશે ચારે બાજુથી પીડાના સ્થાનમાં તેને બાંધે છે, પછી જેમ બકરા વિગેરેને હેમ કરતાં કે પાડા વિગેરેની કુરબાની કરતાં કે કસાઈઓ બાંધીને મારે છે. તે સમયે બીજા હર્ષનાદ કરે છે, તે પ્રમાણે પરમાધામીઓને નારકીના જીવને દુઃખ દેતાં આનંદ આવે છે!
આ પ્રમાણે નામનિક્ષેપ પૂરે થયે, તેથી સૂવાનુગામમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહેવું. તે આ પ્રમાણે છે.