________________
૧૬૨
સૂયગડાંગસૂત્ર.
માટે તેવી ઉપમાવાળે જમીનને સ્પર્શ છે એમ જાણવું,. આ પ્રમાણે જાણવા માત્ર કહ્યું છે, કારણકે નારકીના તાપની ઉપમા અહિંના અગ્નિ સાથે ન થાય, કારણકે ત્યાં ઘણે તાપ છે. એવા મોટા નગરના દાહથી પણ ઘણું તાપથી બળતા (અરહ) પ્રકટ સ્વરવાળા મહાશ કરી બરાડા પાડતા ઘણે કાળ ત્યાં દુઃખ ભોગવે છે. કારણ કે નરકનું ઉત્કૃષ્ટ આયુ ૩૩ સાગરોપમનું આયું છે, ઓછામાં ઓછું પણ દશહજાર વર્ષનું છે. जइते सुया वेयरणी भिदुग्गा,णिसिओ जहा खुर इव तिक्खसोया॥ तरति ते वेयरणी भिदुग्गां, उसुचोइया सत्तिसु हम्ममाणा ॥
વળી સુધર્માસ્વામી જંબુસ્વામીને આ કહે છે. કે ભગવાને આ પ્રમાણે કહ્યું છે, કે તમે સાંભળ્યું છે કે નરકમાં વૈતરણી નામની નદીમાં ખારું ઉનું પાણી લેહીના રંગવાળું છે, તે દુખને ઉત્પન્ન કરનાર છે. તે જેમ ધારવાળે તીખ અસ્ત્રો હોય તેની માફક તેને પ્રવાહ શરીરના અવયને કાપનારે દુઃખદાયી છે, તે નદીમાં જમીનના તાપે તપેલા નહાવાની ઇચ્છાવાળા તે મુશ્કેલ નદીને તરે છે.
પ્ર-કેવા થએલા?