________________
૨૫૪
સુયગડાંગસુત્ર
થએàા સાધુ પણ આહારમાત્રથી ગૃદ્ધ બનેલેા સસાર ઉદરમાં વારવાર મૃત્યુ પામશે, ॥ ૨૫ I
अन्नस्स पाणस्सिहलोइयस्स, अणुवियं भासति सेवमाणे । पासत्ययं चैव कुसोलयं च निस्सारए होइजहा पुलाए ।सु. २६॥
વળી તે કુશીલ અન્ન કે પાણીમાટે અથવા અન્યઈચ્છિત વસ્રાક્રિકમાટે જેવુ' જેને વ્હાલુ લાગે, તેવુ તેને કહે, પડઘા માફક અથવા સેવક માફક એટલે જેમ રાજા ખેલે, તેમ તેના ખુશામતીયા લેકે બાલે, તેમ સાધુ દાતારને સેવતા આહારમાં ગૃદ્ધ બનેલે અનુકુળજ ખુશામતનું ખલે, તે આ પ્રમાણે. સદાચારથી ભ્રષ્ટ થએલે પાસસ્થાના ભાવને તથા કુશીલતાને પામે છે. તથા તેનામાંથી ચારિત્રને સાર નીકળી જવાથી નિઃસાર છે, અથવા સાર રહિત તે નિ:સારવાળા પાતે છે, જેમ પુલાકમાં દાણા ન હાય, ફક્ત ફોતરાં હોય, તેમ આ કુશીલતા ધારણ કરીને સંયમ અનુષ્ઠાનને નિઃસાર અનાવે છે, અને ફક્ત લિગ સાધુનું રાખે છે, તેથી જૈનાના ઘણા સારા સાધુઓમાં પેાતાના દોષોથો તિરસ્કાર પામે છે, અને પરલેાકમાં નિકૃષ્ટ ( અત્યંત ) પીડા સ્થાના ( નરક વિગેરેનાં ) ભાગવે છે. ૫ ૨૬
આ પ્રમાણે કુશીલાનું સ્વરૂપ કહી તેના પ્રતિપક્ષરૂપ સુશીલાનું વર્ણન કરે છે.