________________ 258 સૂયગડાંગસૂત્ર. વિવેક એટલે ત્યાગવા આકાંક્ષા કરે, વળી તે ભિક્ષુ પરિસહ ઉપસર્ગથી થએલ પીડાથી ફસાતાં છતાં પણ પ્રવસંયમ કે મેક્ષમાં ધ્યાન રાખે, જેમ કેઈ સુભટ યુદ્ધમાં મેખરે ઉભેલે શત્રુઓથી પીડાવા છતાં પણ પરના સુભટને દમે છે, એ પ્રમાણે આ મુનિ પણ પર તે કર્મશત્રુઓને પરિસહ ઉપસર્ગોથી પીડાવા છતાં પણ દમે, વળી પરિસિહ ઉપસર્ગોથી હણાવા છતાં પણ સમ્યક સહે છે. પ્ર–કેની માફક ? ઉ–પાટીયા માફક. જેમ સુતારે બંને બાજુએથી પાટીઉં છેલતાં પાતળું તથા સરખું બને છે, પણ તે રાગ દ્વેષ કરતું નથી, તે પ્રમાણે આ સાધુ પણ બાહ્ય અત્યંતર તપવડે દેહને ખુબ તપાવવાથી દુબળ શરીરવાળા થાય તે પણ રાગદ્વેષ ન કરે, અને અંતક (મૃત્યુ)ની પ્રાપ્તિ વાંછે છે, એટલે મૃત્યુ સુધી પણ રાગ દ્વેષ કર નથી; આ પ્રમાણે આઠે કર્મોને દૂર કરે છે, પણ જન્મ જરા મરણ રિગ શેક વિગેરે પ્રપંચે નટ માફક જેમાં ફેલાય તે સંસાર છે, તે સંસારને પિતે પામતે નથી. જેમ અક્ષ તે ધરી છે, તેને વિનાશ થતાં ગાડું વિગેરે સારા કે વિષય માર્ગ ધરીના આધારવિના આગળ ચાલી ન શકે, તેમ આ સાધુને પણ આઠ પ્રકારનાં કર્મો ક્ષય થવાથી સંસાર પ્રપંચ વધતું નથી, અનુગમ થયે. નયે પૂર્વમાફક છે. કશીલ પરિભાષા નામનું સાતમું અધ્યયન સમાપ્ત થયું.