________________
ર૩૦
સૂયગડાંગસૂત્ર.
જે દુઃખથી હારીને પાતાળમાં પેશીશ, જંગલમાં જ ઈશ, દરીકે ગુફામાં કે સમુદ્રમાં છૂપાઈશ તે પણ પૂર્વે કરેલાં તારાં કર્મો નાશ નહિ થાય. અને જે કમ ભેગવતાં હાય પીટ કરીશ તે વ્યર્થ તારા આત્માને ઘાત કરીશ (નવાં કર્મ બાંધીશ.) છે ૪ છે
આ પ્રમાણે એઘથી કુશીલેનું વર્ણન કર્યું, હવે પાખંડીઓને અધિકાર કહે છે. जे मायरं वा पियरं च हिच्चा, सपणचए अगणिं समारभिजा। अहाहु से लोए कुसीलधम्मे, भूताई जे हिंसति आयसाते ।।५।।
જે કઈ પરમાર્થને ન જાણનારા દેખાદેખી ધર્મ કરવા ઉઠેલા માણસો માતા પિતાને ત્યાગીને (કારણ કે માતા પિતાને મેહ ત્યાગ મુશ્કેલ છે તે ત્યાગવાનું પ્રથમ બતાવ્યું તથા ઉપલક્ષણથી ભાઈ દીકરે વહુ વિગેરેને પણ તે ત્યાગે એમ જાણવું.) એમ જાણે કે હવે અમે સાધુ થયા; આમ સાધુવ્રત સ્વીકારીને અગ્નિકાયને આરંભ કરે. અર્થાત્ રાંધે, રંધાવે, રસેઈ કરે કરાવે અથવા સાધુ માટે તૈયાર કરેલું વિગેરે આ શિક વિગેરે દોષિત આહાર લઈને અગ્નિકાય સમારંભ કરે; આવા કૃત્ય કરનારાને તીર્થંકર ગણધર વિગેરે માનનીય પુરૂષે પાખંડી કહે છે. અને તે વેષ લેવા છતાં પણ અગ્નિકાયના આરંભમાં સામીલ થવાથી તે કુશીલીયે છે. અને તેને ધર્મ પણ કુશીલ હોવાથી તે કુશીલ ધર્મવાળો છે.