________________
२४०
સૂયગડાંગસૂત્ર
ખવાય તે આહાર છે, અને તેની પુષ્ટિ (સ્વાદ) લવણ (મીઠું) છે, તેને ફક્ત વર્જવાથી મેક્ષ મળવાનું બતાવે છે. અથવા પાઠાંતરમાં “માઘaiાવશof” આહાર સાથે લવણપંચક તે આહારપંચઃ છે લવણ પંચકના નામસિંધવ સંચળ મિડ રેમ અને સમુદ્રના પાણીનું બનાવેલું છે. તે લવણથીજ બધા રસોને સ્વાદ આવે છે. તેજ કહ્યું છે. लवणविहूणा य रसा, चक्खुविहूणा य इंदियग्गामा ॥ धम्मो दयाय रहिओ, सोक्खं संतोषरहियं नो ॥१॥
લવણથીરહિત રસે ચક્ષુવિના બીજી ઇંદ્રિયે દયા રહિત ધર્મ તથા સંતોષ રહિત સુખ નથી, તેમજ રસોમાં લવણ, ચીકણાશ (સ્નિગ્ધતા)માં તેલ, અને મેધ્ય (યજ્ઞ) માં ઘી વિના નકામું છે. આ પ્રમાણે લવણની રસોમાં પ્રધાનતા બતાવીને તેના વર્જનથી બધા રસને ત્યાગ બતાવે છે, અને તે લવણ ત્યાગવાથી જ કેટલાક મૂઢ મિક્ષ માને છે, અથવા પાઠાંતરમાં કાકો વંચવાળું એટલે આ હારમાંથી પાંચ વસ્તુ ત્યાગે છે લસણ ડુંગળી સાંઢણીનું દૂધ ગાયનું માંસ અને મઘ આ પાંચ વર્જવાથી મેક્ષ બતાવે છે. તથા કેટલાક વારિભદ્રક વિગેરે ભાગવતમતના શીતેદક (કાચું પાણ) ના સેવન ( વાપરવાથી) મિક્ષ બતાવે છે, અને આ પ્રમાણે તે યુક્તિ ઘટાવે છે. કે જેમ