________________
૨૪૨
સૂયગડાંગસૂત્ર મેલ પણ પાણી એકાંતથી દૂર કરતું નથી કારણ કે ચીકશું તેલ વિગેરેથી ગંદુકપડું પાણએ દેવા છતાં પણ સાબુ વિગેરેમાં ઉકાળ્યાવિને સાફ થતું નથી) કદાચ કઈ અંશે સાફ થતું હોય તે પણ તે અંદરને મેલ ધતું નથી. કારણ કે ભાવશુદ્ધિથી જ અંતરને મેલ સાફ થાય છે. અને એમ માનતા હો કે ભાવરહિત જેની પણ મળશુદ્ધિ થાય છે, તે માછીમાર વિગેરેની પણ જળના રાતદિવસના અભિષેકથી મેલ થાય. (પણ તેને તમે પણ માનતા નથી.) તેમ પાંચ પ્રકારનું લવણ છેડી દેવા થી મોક્ષ થતું નથી, કારણ કે લવણ ન ખાવાથી મોક્ષ થાય એ યુક્તિરહિત છે. તેમ એવું એકાંત નથી કે લવણ રસજ પુષ્ટિજનક છે. ક્ષીર સાકર વિગેરેમાં તે રસ છે, તેથી તમારું કહેવું દેષિત છે. વળી તે વાદીને આ પુછવું કે દ્રવ્યથી લવણ વર્જવાથી મોક્ષ છે કે ભાવથી મોક્ષ છે? જો કે દ્રવ્યથી, તે લવણવિનાના દેશના સર્વ જેને મોક્ષ થઈ જાય, પણ એવું દેખ્યું નથી, તેમ માનવું ઈષ્ટ નથી, અને જે ભાવથી મોક્ષ છે, તે લવણ વર્જવાથી શું વિશેષ છે? વળી જે માણસો મૂઢ બનીને મધ માંસા લસણ વિગેરે ખાઈને તથા તેવાં અનુષ્ઠાન (પાપારંભ ) કરીને અને સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્રને ન આદરવાથી મોક્ષથી અન્યત્ર સંસારમાં વાસ કરે છે. જે ૧૩
હવે વિશેષથી ત્યાગવાનું બતાવે છે.