________________
સૂયગડાંગર
૨૪
તથા જે કે મૂઢે ઠંડા પાણીથી પરલોક ( સિદ્ધિ) ગમન માને છે, તથા સવારમાં મધ્યાન્હ કે સાંજરે એમ ત્રિકાળ સંધ્યામાં પાણીને સ્પર્શ કરી સ્નાનાદિક ક્રિયાને જળવડે કરવાથી પ્રાણીઓની વિશિષ્ટ ગતિ માને છે. એ પણ અયુક્ત છે, કારણ કે જે ઉદકના સ્પર્શ માત્રથી પ્રાણીની સિદ્ધિ થતી હોય તે નિરંતર ઉદકમાં રહેલા માછીમારે વિગેરે કરકર્મ કરનારા નિર્દય ઘણું મનુષ્ય તથા અન્ય પ્રાણીઓ છે, તે મેક્ષમાં જાય વળી બાહ્યમેળ કાઢનારું પાણી સાક્ષાત્ દેખાય છે, તે પણ વિચારવાથી યુક્ત નથી દેખાતું, કારણ કે જેમ બાામેલ કાઢવાને પાણીનું સામર્થ્ય છે, તેમ તમારું ઇચ્છિત અંગે લગાવેલું કેસર વિગેરે પણ દૂર કરી નાખે છે. અને તેથી તે જેમ પાપ દૂર કરનારું માને તેમ પુણ્યને પણ દૂર કરનારું ઈષ્ટ ફળને વિન્ન કરનારૂં સિદ્ધ થશે. વળી સાધુ બ્રહ્મચારીઓને ઉદક (પાણી) થી સ્નાન કરવું દેષને માટેજ થાય છે. તેજ કહ્યું છે. તે
स्नानं मददर्पकरं, कामांगं प्रथमं स्मृतम् ॥ तस्मात्कामं परित्यज्य, न ते स्नान्ति दमे रताः॥१॥
મદ અને કામદેવને ઉત્તેજન આપનાર સ્નાન છે, તે કામવિકારનું પહેલું અંગ છે, માટે કામને છેડીને ઇદ્રિએ તથા મનને દમન કરવામાં રક્ત થએલા પુરૂષે સ્નાન કરતા નથી.