________________
સૂયગડાંગસૂત્ર.
ર૫૧
તેને મેક્ષ થાય ત્યાં સુધી, તે આદિમોક્ષ છે, અથવા ધર્મકારણેનું આદિ ભૂત શરીર છે, તેની વિમુક્તિ સુધી અર્થાત્ યાવજજીવતે જીદગી પહોંચે ત્યાં સુધી અચિત્ત આહારપાણે વાપરે. વળી તે સાધુ બીજ કંદ ન વાપરે, આદિ શબ્દથી જાણવું કે મૂળપત્ર ફલ પણ ત્યાગે, એ મૂળ કંદ વિગેરે અપરિણતને ત્યાગી વિરત થાય છે.
પ્ર–કેવી રીતે?
ઉ–તે કહે છે. નહાવું, ઉવટણ કરવું, વિગેરે કિયાથી તથા શરીરનું મમત્વ મુકી જે દવા વિગેરેની ક્રિયાઓ છે. તેનાથી પણ દૂર રહે. તથા સ્ત્રીઓથી વિરત છે, તે બ્રહ્મચર્ય પાળે, તે પ્રમાણે બીજા પણ આવે છે તે ત્યાગે. આ પ્રમાણે બધાં આશ્રવદ્વારથી વિરત થએલે પિતે કુશીલ દોષને ન સેવે, અને તે આશ્ર ત્યાગવાથી સંસારમાં ભમત નથી. તેથી મુગતિમાં દુઃખી થઈને રડવું પડતું નથી. તેમ જુદા જુદા ઉપાયો વડે નરકમાં પરમાધામીથી છેદાતો ભેદા નથી. ૨૨ છે
વળી ફરીથી કુશીલેને આશ્રયી કહે છે. जे मायरं च पियरं च हिचा, गारं तहा पुत्तपसुंधणंच ॥ कुलाई जे धावइ साउगाई, अहाहुसे सामणियस्स दूरे ।सू. २३॥
જેઓ કેટલાક ધમ પૂરેપૂરે પરિણત થયા વિના (વિના સમજે ) દેખાદેખી માતા પિતા ભાઈ દીકરીના દીકરા