________________
સૂયગડાંગસૂત્ર.
૨૨૮
કઈ કર્મતે તેજ ભવમાં ફળ આપી દે છે, અને કઈ બીજા ભવમાં–જેમ મૃગાપુત્ર લેઢીયાને દુઃખ આવ્યું તે. દુખ વિપક અધ્યયનમાં વિપાસૂત્ર નામના ૧૧ મા અંગમાં શ્રુતસ્કંધમાં કહ્યું છે. ( આ કર્મ બીજા ભવમાં ઉદય આવ્યું છે); પણ દીર્ધકાળની રિથતિનું કામ હોય તે અપરજજેના આંતરે વેદાય છે, તે પણ એકવાર કે અનેકવાર ભે. ગવવું પડે છે. અથવા અન્ય પ્રકારે એકવાર અથવા હજારવાર શિરછેદ વિગેરે અને હાથ પગનું કપાવું વિગેરે અનુભવે છે. આ પ્રમાણે તે કુશીલ પુરૂષે આ યતદંડવાળા ચાર ગતિવાળા સંસારમાં કુવાના અરટની ઘેડના ન્યાયે ભટકવાથી પ્રકૃણ પ્રકૃષ્ટ દુઃખ અનુભવે છે, એટલે પૂર્વભવે કરેલું આ ભવમાં દુઃખ ભેગવે, અને દુઃખ ભેગવતાં આર્તધ્યાનમાં હણાઈ જવાથી વરજાં કર્મ બાંધે છે, અને વેદે છે. - છતાએ લઈ જવાયાં (કરાયાં) તે દુષ્કૃત છે. આ દુષ્કૃત્ય કરાયેલાં છે તેનું ફળ ભેગવ્યા વિના છુટે નહિ. તે જ કહ્યું છે.
मा होहि रे विसन्नो जीव, तुम विमणदुम्मणो दीणो। णहु चिंतिएण फिट्टइ तं दुक्खं जं पुरा रइयं ॥ १॥
હે જીવ! તે ખેદમત કર, તું આમણ મણ દીન શા માટે થાય છે ! કારણ કે ચિંતા કરવા માત્રથી પૂર્વે કરેલાં કર્મ ફીટી (નાશ) ન જાય. जइ पविससि पायालं, अडवि व दरिं गुहं समुदं वा । पुवकयाउ न चुकसि, अप्पाणं घायसे जइवि ॥२॥