________________
સૂયગડાંગસૂત્ર.
૧૮૫
कहं च णाणं कह दंसणं से, सोलं कह नायसुतस्स आसी ॥ जाणासिणं भिक्खु जहातहेणं, अहासुतं वृहि जहा णिसंतास.२
અને તેજ પ્રભુના જ્ઞાનાદિ ગુણે જાણવા માટે પ્રશ્ન પૂછયે, કે કેવી રીતે ભગવાને જ્ઞાન પ્રાપ્ત કર્યું, અથવા તે ભગવાનનું જ્ઞાન કેવા વિશેષબોધવાળું છે ? અને સામાન્ય અર્થનું પરિચ્છેદક કેવું દર્શન છે? તથા તેના યમ નિયમ રૂપ શીલ કેવું છે? જ્ઞાતનામના ક્ષત્રિયે છે. તે વંશના ભગવાન વર્ધમાન સ્વામી હતા, તેમનું ચરિત્ર મેં આપને પુછયું છે તે સુધર્માસ્વામી ! જેવું આપ જાણતા હો, તે બધું સાંભળ્યા પ્રમાણે અવધારીને કહે. એ ૨ છે. આ પ્રમાણે પુછવાથી સુધર્માસ્વામી વીરપ્રભૂતા ગુણે કહે છે. खेयन्नए से कुसलासुपन्ने, (लेमहेसी) अणतनाणी य अगंतदंसी। जसंसिगो चक्खुपहे ठियस्स, जाणाहि धम्मं च धिई च पेहि॥३॥
તે શ્રી ભગવાન ચોત્રીશ અતિશયયુક્ત સંસારમાં રહેલા જીનાં દુઃખ (ખેદ ) ને જાણે છે, માટે ખેદજ્ઞ છે, અથવા ક્ષેત્રજ્ઞ તે યથાવસ્થિત આત્મસ્વરૂપ જાણવાથી આ મજ્ઞ છે. અથવા ક્ષેત્ર તે આકાશ છે તેને જાણે છે, અર્થાત્ લેક અલેકના સ્વરૂપને જાણે છે. તથા ભાવકુશ તે આઠ પ્રકારનાં કર્મ છે, તેને છેદે માટે કુશલ છે. અર્થાત શરણે આવેલા પ્રાણીઓના બેધવડે કર્મ છેદવામાં નિપુણ છે. તથા આશુપ્રજ્ઞાવાળા ( હાજર જવાબી) છે, કારણ કે તેમને