________________
૨૧૨
સૂયગડાંગસૂત્ર,
આગળ મારવાના કારણની ડાંટી પીટાતા ને લઈ જવાના રાજમાર્ગે લઈ જવાય છે, તેવા ચોરને રાણીઓ સહિત રાજાએ દેખે, તે દેખતાં શણીઓએ પૂછયું કે આ ચારે શું અપરાધ કર્યો છે ? તેમની આગળ એક રાજપુરૂષે કહ્યું કે એણે કેઈની ચેરી કરી એ રાજવિરૂદ્ધ કૃત્ય કર્યું છે, તેથી એક રાણેએ રાજાને કહ્યું, પૂર્વે આપે મને વર આપ્યા છે, તે મને આજ આપે, કે જેથી હું તેને કાંઈ ઉપકાર કરું, રાજાએ હા પાડી, પછી રાજાની આજ્ઞા લઈને તે રાણીએ તે પુરૂષને સ્નાન વિગેરે કરાવી દાગીના પહેરાવી હજાર સુવર્ણ મેહરના ખર્ચે પાંચ પ્રકારના સુંદર શબ્દ વિગેરેના વિષથી એક દિવસ સુધી આનંદ પમાડે. બીજે દિવસે તેજ પ્રમાણે બીજી રાણીએ એક લાખ સુવર્ણ મેહરાના ખર્ચે આનંદ પમાડ, ત્રીજે દિવસે ત્રીજી રાણીએ કરોડ સુવર્ણ મોહરોથી સત્કાર કર્યો, જેથી રાણીએ રિાજાની આજ્ઞા લઈ અભયદાન આપીને મરણથી બચાવે. તેથી ત્રણ રાણીઓએ ચોથીને હસીને કહ્યું કે તે કંઈ પણ આપ્યું નથી! આ પ્રમાણે માંહોમાંહે એક બીજીએ પિતાના મોટા ઉપકારની વાત કહી ને વિવાદ કર્યો, તેથી ઝગડે પતાવવા રાજાએ ચારને બેલાવી પૂછયું કે તને કેણે વધારે ઉપકાર કર્યો ? તેણે કહ્યું ! હે મહારાજ ! મરણના મહાભયને લીધે મેં ડરેલાએ તે સમયે નાન વિગેરેનું કશું સુખ જાણ્યું નહોતું, પણ અભયદાન સાંભળતાં ન જન્મ મને