________________
રરર
સૂયગડાંગસૂત્ર.
ભાવશીલનું વર્ણન. - તે બે ભેદે છે. આઘશીલ તથા આભીફશ્ય સેવનાશીલ છે, તેમાં પ્રથમ એશીલનું વિવરણ કરે છે. ओहे सीलं विरतो विरयाविरई य अविरती असोलं। धम्मे णाणतवादी अपसत्थ अहम्मकोवादो ॥ नि. ८७ ॥
ઘ તે સામાન્ય અથવા સામાન્યથી સાવદ્યાગથી વિરત થએલે (સાધુ) અથવા વિરત અવિરત (વ્રતધારી શ્રાવક) શીલવાન કહેવાય છે. તેથી ઉલટ હોય તે અશીલવાન કહેવાય છે.
આભીષ્ય સેવા તે અનવરત (વારંવાર) સેવનામાં જેનું શીલ હોય છે, જેમકે ધર્મવિષયમાં પ્રશસ્તશીલ તે વારંવાર અપૂર્વજ્ઞાન મેળવવા કે વિશિષ્ટતા કરવાની ઈચ્છા હોય છે. આદિ શબદથી જાણવું કે નવા નવા (ઈદ્રિય દમનના) અભિગ્રહ વિગેરે કરે.
અપ્રશસ્ત ભાવશીલ તે અધર્મમાં બાહ્ય પ્રવૃત્તિ કરવી, અથવા અંતઃકરણમાં કેધાદિની પ્રવૃત્તિ કરવી. આદિ શદથી જાણવું કે બીજા કષા તથા ચેરી બેટું કલંક કલહ વિગેરે કરે.
હવે કુશીલ પરિભાષા નામના અધ્યયનની ખરી વિચારણ (અન્વર્થતા) કહે છે.