________________
૨૦
સૂયગડાંગસૂત્ર.
ધર્મ છે, તે તે શ્રત ચારિત્ર એવા બે ભેદે અહંતાએ કહ્યો છે, તે ધર્મમાં સમ્યગુરીતે પદાર્થ સ્વરૂપની યુક્તિઓ અને થવા હેતુઓ વડે ઉપશુદ્ધ (નિર્મળ) છે. યુક્તિ તથા હેતુ એથી સહિત છે. અથવા અભિધેયપદે વડે તથા વાચક શબ્દો વડે નિદૉષ એવો અરિહંતપ્રભુને ધર્મ સાંભળી તેમાં શ્રદ્ધા કરનારા તથા તે પ્રમાણે વર્તનારા લેકે અનાયુ તે આયુકમ દૂર થવાથી સિદ્ધ થાય છે, અને તેમને મહિમા કરવા આયુષ્ય તે આયુષ્યવાળા ઈંદ્ર વિગેરે દેના સ્વામીએ આવે છે. આ પ્રમાણે પ્રભુ પાસે જે મેં સાંભળ્યું તે તમોને કહ્યું છે.
વીરસ્તવ નામનું છઠું અધ્યયન સમાપ્ત થયું.
કુશીલ પરિભાષા નામનું સાતમું અધ્યયન.
છઠું અધ્યયન કહીને હવે સાતમું કહે છે. તેને આ પ્રમાણે સંબંધ છે, કે ગયા અધ્યયનમાં મહાવીર પ્રભુના ગુણે પ્રશંસવાથી સુશીલની પરિભાષા (વર્ણન) કહી, અને હવે તેનાથી ઉલટા કુશીલેનું વર્ણન કરે છે, આ સંબંધે આવેલા આ અધ્યયનનાં ચાર અનુગદ્વાર કહેવાં, તેમાં ઉપક્રમમાં રહેલે અર્થાધિકાર આ પ્રમાણે છે. કુશીલ તે પરતીથિક અથવા પાર્થસ્થા અને અશીલ તે ગૃહસ્થ છે, તેમનું વર્ણન કરીએ છીએ. એટલે તેમનાં સંસારી કૃત્ય