________________
૨૧૮
સૂયગડાં સૂત્ર.
કંઈ બીજાને ઉપદેશ આપે છે, તેવું તે સમ્યગુવર્તન રાખતા નથી, પણ તમે તે “દીર્ધરાત્રે તે આખી જીંદગી સુધી સંચમસ્થાનવડે વિચર્યા છે. છે ર૭ से वारिया इत्थी सराइभत्तं, उवहाणवं दुक्खखयट्टयाए । लोगं विदित्ता आरं परं च, सव्वं पभू वारिय सववारं ॥२८॥
વળી તે પ્રભુએ સ્ત્રી પરિભોગ (મૈથુન) તથા રાત્રિભોજન પણ સાથે ત્યાગીને તથા ઉપલક્ષણથી બીજાં પણ પ્રાણાતિપાત વિગેરે પાપ ત્યાગીને ઉપધાન તે તપે છે, તેને પોતે આદર્યો, માટે ઉપધાનવાન છે. અર્થાત્ કાયાને તપવડે તપાવી છે.
પ્ર-–શા માટે ?
ઉ–દુઃખ માટે દુઃખ છે, તે આઠ પ્રકારનાં કમ છે, તેને ક્ષય કરવા માટે.
વળી લોકને જાણીને તથા આલેક પરલેક અથવા આર તે મનુષ્યલેક, પાર તે નારક આદિ છે, તેનું સ્વરૂપ તથા તે કેવી રીતે મળે છે, તેના હેતુઓ જાણીને તેને નિવારવાના ઉપાય ઘણી રીતે બતાવ્યા છે. તેને સાર આ છે, કે અઢારે પાપસ્થાન પ્રાણાતિપાત વિગેરે છે, તેને પિતે નિષેધ વિગેરે જાતે કરીને બીજાઓને પણ પાપથી અટકાવ્યા છે. કારણ કે પિતે જ્યાં સુધી ન અટકે, ત્યાં સુધી બીજાને પાપથી અટકાવવા સમર્થ ન થાય. તે જ કહ્યું છે.