________________
સૂયગડાંગસુત્ર.
૨૧૩
મળે છે, એમ આત્મામાં આનંદ માનું છું. આથી સિદ્ધ થયું કે સર્વ દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે. તથા સત્ય વા
માં પરને પીડા ન આપે તેવું નિર્દોષવચન શ્રેષ્ઠ છે. પણ પરને પીડા કરે તે સત્યવચન નથી, કારણકે સત્પરૂનું હિત કરે તે સત્ય છે. તેજ કહ્યું છે.
लोकेऽपि श्रुतये वादो, यथा सत्येन कौशिकः ॥ पतितो वधयुक्तेन, नरके तोत्रवेदने ॥१॥
લૈકિકમાં પણ સંભળાય છે કે કેશિક નામને કઈ (અનુચિતરીતે) સત્ય બેલવા જતાં આલેકમાં બુરા હાલે મરણ પામી નરકમાં ગમે છે. વળી સૂત્રમાં પણ કહ્યું છે.
तहेव काणं काणत्ति, पंडगं पंडगत्ति वा । वाहियं वावि रोगित्ति, तेणं चोरोत्ति नो वदे ॥१॥
કાણું ને કણો ન કહેવે, પંડકને પંડક ન કહે, રેગીને રેગી ન કહે, ચારને ચાર ન કહે, કારણ કે તેથી તેને અપ્રીતિ થાય છે, (જરૂર પડતાં વિવેકથી પૂછવું અથવા રાજાના અધિકારીને ગ્યકારણે કહેવું પડે તે પણ વિવેકથી બેલવું) તેથી નિર્દોષ સત્ય તેજ શ્રેષ્ઠ છે. વળી તપમાં ઉત્તમ નવવિધ ગુપ્તિસહિત બ્રહ્મચર્ય છે. તેવી જ રીતે સર્વ લેકેથી ઉત્તમ રૂપ સંપદા અને સર્વ અતિશયયુક્ત શક્તિ અને ક્ષાયિક જ્ઞાન દર્શન તથા શીલ વડે ભગવાન મહાવીર સાધુઓમાં શ્રેષ્ઠ છે. ૨૩