________________
સૂયગડાંગસૂત્ર.
૨૧૧
^
^^^
^^^
^^
^^^
^^^
^^
બતાવીને હવે પ્રભુને તેમના નામપૂર્વક પ્રશંસવા કહે છે, કે તેજ પ્રમાણે રૂષિએ મધ્યે શ્રીમાન વર્ધમાનસ્વામી શ્રેષ્ઠ છે. दाणाण सेढे अभयप्पयाणं, सच्चेसु वा अणवजं वयंति । तवेनु वा उत्तम बंभचेरं, लोगुत्तमे समणे नायपुते ॥ सू.२३ ॥
વળી પિતાના અને પારકાના અનુગ્રહ માટે યાચકને (ખપવાળાને) જે અપાય તે દાન અનેક પ્રકારનું છે. તે બધામાં જીવિતના થિી જીવમાં રક્ષણ આપનાર હોવાથી અભયદાન શ્રેષ્ઠ છે. તે જ કહ્યું છે.
दोयते म्रिथमाणस्य, कोटि जीवितमेव वा। धनकोटि न गृहणीयात् सर्वो जोवितुमिच्छति ॥१॥
મરનાર મનુષ્યને કઈ કરોડ રૂપિયા આપે, અને આજે જીવિત આપે, તે વખતે મરનારે કોડ રૂપિયા નહીં માગે, પણ જીવિત વાંછશે. આ વિષય ગોવાળીયા સ્ત્રા બાળ સુધાં પણ સહેલાઈથી સમજે, માટે અભયદાનનું પ્ર-- ધાનપણું બતાવવા કથા કહે છે.
વસંતપુર નગરમાં અરિદમન નામને રાજા હતું, તે કઈ વખતે વાતાયન ( ઝરૂખા ) માં ચારે સ્ત્રીઓ સાથે કીડ કરી રહેલ છે. કેઈ વખતે જેને રાતા કણવીર (કણેર) ની ફૂલની માળાએ માથા ઉપર લટકાવી છે, રાતા ચંદનવડે શરીર ઉપર લેપ કર્યો છે. મેઢા