________________
સૂયગડાંગસૂત્ર
૨૦૯
ચંદ્રમા મહાન અનુભાવવાળે તે બધા માણસને નિવૃત્તિ આપનાર કાનિવડે મનોરમ લાગે છે, જેમ ઉત્તમ સુગંધી વાળી વસ્તુઓમાં શીર્ષ ચંદન અથવા મલયે દેશનું ચંદન તેને ઓળખનારા વિદ્વાનો શ્રેષ્ટ કહે છે તેમ મહર્ષિઓમાં પ્રભુને શ્રેષ્ઠ માને છે. કારણ કે પ્રભુની પ્રતિજ્ઞા આ લેક પર લેક માં સુખની વાંછનારી નહતી, તેથી તેમને અપ્રતિજ્ઞ ( નિકાંક્ષી) કહે છે. તે ૧૯ છે जहा सयंभू उदहोग सेटे, नागेमु वा धरणिंद माहुसेटे ॥ खोओदेए वा रस वेजयंते, तबोवाणे मुणिवेजयते ।। सू.२०॥
સ્વયં-(પિતાની મેળે) ઈતિરૂપ બનાવે તેથી તે સ્વયંભૂ કહેવાય તે દેવે છે, તેઓ જે સમુદ્રમાં કીડા કરવા જાય છે તે સ્વય ભૂરમણ સમુદ્ર છે. તે બધા સમુદ્રો તથા દ્વીપથી છેડે પ્રવાન છે, તથા નાગકુમાર નામના ભુવનપતિ દેવમાં ધરણંદ્ર શ્રેષ્ઠ છે. તથા ઈશુના રસ જેવા પાણીને સમુદ્ર તે ઈક્ષરદક છે, તે પિતાના રસના લીધે વૈર્યત (પ્રધાન) છે; એટલે પિતાના ગુણને લીધે બીજા સમુદ્રોમાં પતાકાની માફક ઉપર રહેલ છે, તે પ્રમાણે તપઉપધાન તે વિશિષ્ટ તપવડે ત્રણ જગતની અવસ્થા માનનાર મુનિ મહાવીર પ્રભુ વૈજયંત (પ્રધાન) છે, અર્થાત મહા તપવડે બધા લેકના ઉપર વિજા માફક ઉચે રહેલા છે. જે ૨૦ છે