________________
૨૦૮
સૂયગડાંગસૂત્ર.
છે, તથા લેકના અગ્રભાગે હેવાથી અગ્રયા (સૈથી મેખરે) છે, તેવી પરમ પ્રધાનગતિને આ મડષિ પામ્યા છે, મહર્ષિ એટલા માટે કહ્યા કે તે પ્રભુએ ઉગ્રતપવડે દેહને તપાવી અશેષકર્મ તે જ્ઞાનાવરણ વિગેરે આઠે કર્મને દૂર કરી વિશિષ્ટજ્ઞાન દર્શન શીવને ક્ષાવિકભાવમાં મેળવી ઉપર બતાવેલ સિદ્ધિગતિ એ પહોંચ્યા છે. જે સૂ-૧૭ ! વળી દષ્ટાંતદ્વારા પ્રભુની સ્તુતિ કરે છે रुक्वेसु णाते जह सामली वा, जस्सि रति वेययती सुवन्ना। वणेसु वाणंदणमाहु सेहँ, नाणेण सीलेण य भूतिपन्ने ॥सू.१८॥
વૃક્ષમાં જેમ દેવકુરૂમાં રહેલ શાલ્મલીવૃક્ષ છે, તે ભુવનપતિ દેવને કીડાનું સ્થાન છે. જ્યાં આગળ આવીને સુપર્ણ જાતિના ભુવનપતિ દેવે રમવાને આનંદ મેળવે છે. વળી વનમાં જેમ નંદનવન દેવેને કીડાનું સ્થાન છે, તેમ મહાવીર પ્રભુ સમસ્ત પદાર્થોનું પ્રકાશક કેવળજ્ઞાનવડે અને શીલ તે યથાખ્યાત ચારિત્ર વડે પ્રધાન છે, અને ભૂતિપ્રજ્ઞ તે પ્રવૃદ્ધજ્ઞાનવાળા છે. ૧૮ थणियं व सहाण अणुत्तरे उ, चंदो व ताराण महाणुभावे । गंधेसु वा चंदणमाहु सेह, एवं मुणीणं अपडिन्नमाहु ॥सू. १९॥
જેમ શબ્દોમાં શ્રેષ્ટ અવાજ મેઘનું ગાજવું છે, તે વિશેષણ માટે કે સમુચ્ચયના માટે છે; જેમ તારા નક્ષત્રમાં