________________
સૂયગડાંગસુત્ર.
૨૦૧
~ से पन्नया अक्खयसागरे वा, महोदही वावि अणंतपारे॥ अणाइले वा अकसाइ मुक्के, सक्केव देवाहिवई जुईमं ।। मू.८॥
જેના વડે જણાય, તે પ્રજ્ઞા છે. તે પ્રજ્ઞાવડે જાણવા યોગ્ય પદાર્થોમાં બુદ્ધિ ન હણાય, માટે તે અક્ષય છે. કારણકે પ્રભુની બુદ્ધિ કેવળ જ્ઞાનરૂપે છે. કાળથી સાદિ અનંત છે અને તે દ્રવ્ય ક્ષેત્ર અને ભાવથી પણ અનંત છે. તેમના બધા ગુણેથી ભગવાન શ્રેષ્ઠ હોવાથી દષ્ટાંતને અભાવ છે. તેથી એક દેશથી કહે છે, કે તેઓ ગુણેથી સાગર જેવા છે. સાગર પણ સામાન્ય હોવાથી વિશેષણ કહે છે. જેમ સ્વયંભૂરમણ માફક અનંત પાર છે, તે મહોદધિ જે વિસ્તીર્ણ તથા અન્ય છે. અને ઉંડું પાણી છે, તેમજ ભગવાનની પ્રજ્ઞા વિશાળ છે, અનંતગુણયુક્ત છે, અને તે પ્રભુ અક્ષેભ્ય છે. વળી તે સમુદ્રમાં અનાવિલ (નિર્મળ) જળ છે તેમ ભગવાન પણ અશુભકર્મના અંશના પણ અભાવથી નિર્મળ જ્ઞાનવાળા છે. તથા પ્રભુને કષાયે ન હવાથી અકષાયી છે. તથા જ્ઞાન આવરણીય વિગેરે કર્મોના બંધનથી મુક્ત છે. કઈ પ્રતિમાં ભિક્ષુપાઠ છે, તેને આ અર્થ છે કે પોતે સંપૂર્ણ અંતરાયકર્મ ક્ષય થવાથી તેમને સર્વલોકમાં પૂજયપણું છે, તે પણ તે ભિક્ષામાત્રથી જીવન ગુજારે છે, માટે એ પ્રભુ ભિક્ષુ જ છે. પણ પોતે અક્ષીણ મહાનસ વિગેરે લબ્ધિથી જીવન ગુજારતા નથી, તથા પ્રભુ શકઈંદ્ર માફક ઘતિવાળા છે. ૮ છે