________________
સૂયગડાંગસૂત્ર.
બતાવવા વિશેષણ છે. તથા આખા જગતમાં પણ જેનાથી ઉત્તર (શ્રેષ્ઠ) બીજે નથી, એવા ભગવાન અનુત્તર છે. તથા હથેળીમાં આમળું દેખવાની પેઠે બધા પદાર્થોના સં. પુર્ણ વેત્તા હોવાથી વિદ્વાન છે તથા સચિર વિગેરે બાહ્ય ગ્રંથ તથા કર્મરૂપ અત્યંતર ગ્રંથથી અતિક્રાંત (ર) માટે ગ્રંથાતીત તે નિગ્રંથ છે, તથા સાતે પ્રકારના ભયથી રહિત માટે અભય (સર્વભયથી રહિત) છે. તથા ચાર પ્રકારનાં આયુ જેનાં દૂર થયાં છે, કારણકે કર્મ બીજને બાળી નાં. ખવાથી ફરી ઉત્પત્તિને અભાવ છે તેથી પ્રભુ અનાયુ છે. से भूइपण्णे अणिएअचारी, ओहंतरे धीरे अणंतचक्खु ॥ अणुत्तरं तप्पति सूरिए वा, वइरोयणिदे व तमं पगासे ॥६॥
(ભૂતિ શબ્દના અર્થ વૃદ્ધિ, મંગળ તથા રક્ષા છે) અહીં પ્રભુ ભૂતિપ્રજ્ઞ તે પ્રવૃદ્ધ છે, અર્થાત્ પ્રભુની બુદ્ધિ (પ્રજ્ઞા) વધારે છે, તેથી તે કેવળજ્ઞાની છે, એમ જાણવું. વળી રક્ષા (રક્ષણ) કરવાની પ્રજ્ઞાવાળા છે, તથા સર્વ મંગળના કારણરૂપ પ્રજ્ઞાવાળા છે. વળી પ્રભુ અનિયત (અપ્રતિબદ્ધ) વિહારી છે, તેમને કોઈ જગ્યાએ મમત્વ નથી માટે અનિયતચારી છે, તથા ઓઘ તે સંસારસાગર છે તેને તરવાના સ્વભાવવાળા છે. તથા બુદ્ધિવડે રાજતા હોવાથી ધીર છે, અથવા પરિસહ ઉપસર્ગથી કંટાળે નહિ માટે ધીર છે, તથા અનંત પદાર્થો જાણવાગ્ય છે, તેને જાણવાથી અને થવા નિત્ય સંપૂર્ણ જ્ઞાન રહેવાથી ચક્ષુ માફક ચક્ષુ હોવાથી