________________
૧૮૮
સૂયગડોગસૂત્ર,
આપે, અથવા સમધર્મને પ્રાબલ્યથી કહ્યો, અર્થાત્ પ્રાણીએના અનુગ્રહ માટે પ્રભુએ ધર્મ કહ્યો છે, પણ પૂજા સત્કાર માટે કહ્યો નથી. સૂ. ૪ से सवदंसी अभिभूयनाणी, णिरामगंधे धिइमं ठितप्पा॥ अणुत्तरे सहजगंसि विजं, गंथा अतीते अभए अणाऊ॥५॥
તે ભગવાન આ ચરાચર જગતમાં સર્વ પદાર્થોને સામાન્યથી દેખે, માટે સર્વદશી" છે, તથા મતિ વિગેરે ચાર જ્ઞાનેને છોડીને કેવળજ્ઞાનેયુક્ત છે તેથી અભિભૂતજ્ઞાની છે, આ વિશેષણથી બીજા તીર્થાધિપેથી અધિક પણું સુચવ્યું છે, (બીજા મત ચલાવનારા કેવળજ્ઞાની નથી, અને આ ભગવાન કેવળજ્ઞાની છે) વળી જ્ઞાન કિયા બંને મળવાથી મેક્ષ થાય છે, માટે પ્રભુનું જ્ઞાન બતાવી હવે કિયા બતાવે છે. નિરામગંધ તે દૂર થયેલ છે. આમ ( અવિશેષિકેટી નામને દેષ) તથા ગંધ વિશે વિકેટિ નામને દોષ) જેમને એવા પ્રભુ છે, અર્થાત્ ગોચરીને કર દે પણ જેણે ત્યાગ્યા છે તેથી મૂળ ઉત્તરગુણના ભેદથી ભિન્ન એવી ચારિત્રની ક્રિયાને પ્રભુએ કરી. વળી અસહ્ય પરિસહ ઉપસર્ગમાં પણ ભગવાને અધીરતા ન કરી, પણ નિપ્રકંપપણે ચારિત્રમાં ધૈર્ય રાખ્યું માટે વૈર્યમાન છે, તથા અશેષકર્મ દૂર થવાથી આત્મસ્વરૂપમાં આત્મા સ્થિર હોવાથી સ્થિતાત્મા છે. આ બંને તે જ્ઞાનકિયાને સાધવાથી મળેલું ફળ