________________
૧૪૬
સૂયગડાંગસૂત્ર.
કેવળજ્ઞાનથી સર્વત્ર સર્વકાલનું એકસમયે જ્ઞાન છે. અર્થાત્ છદમસ્ત માણસની પેઠે તેમને વિચારીને ઉત્તર આપવાને નથી; પાઠાંતરમાં મહષિ પાઠ છે, તેથી જાણવું કે તે અત્યંત ઉગ્ર તપચરણને આદરે છે, તથા અતુલ ઉપસર્ગ પરિસહને સહેનાર છે. તેમજ તેઓ અવિનાશી અનંત પદાર્થના પરિરછેદક છે, અથવા વિશેષ ગ્રાહકજ્ઞાન ધરાવે છે, માટે અન તજ્ઞાની છે, એ પ્રમાણે સામાન્ય અવધને આશ્રયી તેઓ અનતદર્શ છે. એવા ભગવાનને અતુલ યશ મનુષ્ય સુર અસુરથી વિશેષ હોવાથી તેઓ યશસ્વી છે. તથા લેકના લેચનમાર્ગમાં ભવસ્થકેવળી અવસ્થામાં (દર્શનીય હવાથી) સ્થિત છે. અથવા લેકેને ઝીણા તથા પડદામાં કે દૂર રહેલા ન દેખાતા પદાર્થોને પણ બતાવવાથી ચક્ષુભૂત છે. તેવા મહાવીર પ્રભુને સંસારને ઉદ્ભરવાના સ્વભાવવાળે અથવા શ્રત ચારિત્ર નામને તેમને કહેલ ધર્મ છે, તે જાણ. તથા તે પ્રભુને ઉપસર્ગ થયા છતાં પણ નિશ્ચલ ધીરજ ચારિત્રથી ભ્રષ્ટ ન થવારૂપે રહી, અથવા સંયમમાં રતિ અથવા તેમની બતાવેલી છે, તેને જાણ. અર્થાત સમ્યક કુશાગ્ર (ઝીણી) બુદ્ધિવડે વિચારે, અથવા તે મુનિસમુદાયેજ સુધમાં સ્વામીને પુછયું કે તે ભગવાન યશસ્વી ચક્ષુપથમાં રહેલા છે, તે પ્રભુના ધર્મ તથા વૈર્યને જાણતાહે, તે અમને કહે! પાર