________________
૧૮૨
સૂયગડાંગસૂત્ર.
કરીને તેની પીઠ ભાગી નાખે છે, તથા લોખંડના ઘણથી તેનું માથું છુંદી નાખે છે, ( અપિ શબ્દથી જાણવું કે, તેનાં બીજા અંગે પણ ચૂર્ણ જેવાં કરી નાંખે છે. તે ચૂર્ણ થએલા અંગે પાંગવાળા નારકીના બે પસવાડા પાટીયા માફક કકરો (રંધા) વિગેરેથી પાતળા કરી નાંખે છે, પછી તપેલા આ રાઓથી પીડીને ગરમ કરેલું તરવું પાવું, વિગેરે દુઃખ આપે જે. સૂ–૧૪ . अभिभुंजिया रुद्द असाहुकम्मा, उसुचोइया हत्यिवहं वहति ॥ एगं दुरूहितु दुवे ततो वा, आरुस्म विज्झंति ककाणओ से।।सू.१५
વળી રૌદ્રકામ તે બીજા નારકીને હણવા વિગેરેમાં જોડે, અથવા પૂર્વભવે કરેલાં જીવહિંસા વિગેરેનાં કૃત્યયાદ કરાવીને તે પૂર્વભવે કરેલા અશુભકર્મવાળા નારકીને ઈ! (તીર) ના ઘા કરી પરમાધામી પ્રેરણા કરે, પછી હસ્તિવાહ (મહાવત) ની માફક ઉપર ચડીને દેડાવે છે, અથવા હસ્તી માફક ઘણે જે ઉપડાવે છે, એ પ્રમાણે ઉંદસ્વાર થઈને ઉંટ માફક દેડાવે છે,
પ્ર–કેવી રીતે દેડાવે?
ઉ–નારકના ઉપર એક બે ત્રણ ચડીને તેને દેડાવે છે, ઘણે ભાર લાગવાથી તે રાંક ન ચાલી શકે તે કોલ કરીને પણવિગેરેથી મારે છે, અને તે નરકીને મર્મ (કે મળો ભાગમાં વિધે છે.