________________
સૂયગડાંગસૂત્ર,
૧૮૧
દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એમ ચાર ભેદે છે તેમાં જ્ઞ શરીર ભવ્ય શરીર છે વ્યતિરિક્તમાં દ્રવ્યવાર તે દ્રવ્ય માટે સંગ્રામ વિગેરેમાં અદ્ભુતકર્મ કરવાથી શુરપુરૂષ છે, અથવા જે કંઈ વીર્યવાળું દ્રવ્ય છે, તે દ્રવ્યવીરમાં ગણાય છે. જેમકે તીર્થંકર અનંત બળ વીર્યવાળા છે, તે લેકને ઉંચકીને દડામાફક અલેકમાં ફેંકવા સમર્થ છે. તથા મેરૂપર્વતને દંડ કરીને રત્નપ્રભાપૃથ્વીને છત્રમાફક ધારણ કરે, તથા ચકવર્તીનું પણ દેસલો બત્તીસા વિગેરે નિર્યતિની ગાથા ૭૨ માં આવશ્યક સૂત્ર ૧ લા ભાગમાં પૃષ્ઠ ૧૩૭ માં બતાવેલ છે. તથા વિષ તથા નાની વસ્તુનું સામર્થ્ય ઘેલા કરવું વિગેરે છે.
ક્ષેત્રવાર તે જે ક્ષેત્રમાં અદ્ભુતકર્મ કરનારે અથવા વીર તરીકે ગવાતું હોય તે જાણવે. એ પ્રમાણે કાળ આશ્રયી પણ જાણવું.
ભાવવીર તે તે છે કે જેને આત્મા કોઇ માન માયા લેભ વિગેરે પરિસોથી છતા નથી, તેજ કહ્યું છે.
कोहं माणं च मायं च, लोभं पंचेंदियाणि य। दुजयं चैव अप्पाणं, सबमप्पे जिए जियं ॥१॥
કોઈ માન માયા લેભ તથા પાંચ ઇઢિયે આત્માને જીતવી મુશ્કેલ છે, તેમને આત્માએ જીતવાથી તેણે બધું છત્યે જાણવું.