________________
સૂયગડાંગસૂત્ર.
૧૮૮
વીર સ્તુતિ નામનું છઠું અધ્યયન.
પાચમું કહીને છઠ્ઠ કહે છે, તેને આ પ્રમાણે સં. બંધ છે. ગયા અધ્યયનમાં નરકવિભક્તિ કહી છે, તે શ્રી મહાવીર વર્ધમાનસ્વામીએ કહેલ છે, તેમના ગુણોનું કીર્તન કરવું, એ દ્વારવડે તેમનું ચરિત કહે છે. કારણ કે શાસ્ત્રના ઉપદેશકનું મેટાપગું તેટલું જ શાસનું મહત્વ છે. આ સંબંધે આવેલા આ અશ્યનના ચાર ઉપક્રમ વિગેરે અનુગદ્વાર છે. તેમાં ઉપક્રમમાં રહેલે અર્થાધિકાર મહા વિરપ્રભુના ગુણના ઉત્કીર્તનરૂપે છે.
નિક્ષેપ બે પ્રકારે, ઓઘનિષ્પન્ન અને નામનિષ્પન્ન છે, તેમાં આઘમાં અધ્યયન છે, અને નામનિષ્પન્નમાં મહાવીર સ્તવ છે. તેમાં મહતશબ્દને તથા વરને તથા સ્તવને એ ત્રણે શબ્દને નિક્ષેપ કહેવું જોઈએ. અને જેમ ઉદેશ તેમ નિર્દેશ કહે, તેથી પ્રથમ મહશબ્દ કહે છે. તેમાં પણ આ મહશબ્દ બહુપણે છે, જેમકે મહાજન તથા મેટા પણમાં, જેમકે મહાઘોષ અતિના અર્થમાં, જેમકે મહાભય, પ્રાધાન્યના અર્થ માં છે, જેમકે મહાપુરૂષ, આ ચાર અર્થમાં છે, તેમાં પ્રાધાન્યના અર્થમાં મહાવીર શબ્દ લીધે છે, તે નિર્યુક્તિકાર બતાવે છે.
पाहन्ने महसदो दव्वे खेत्ते य कालभावे य॥ वीरस्स उ णिक्खेवो चउक्कओ होइ णायन्वो ॥नि.८३॥