________________
૧૮૦
સયગડાંગસૂત્ર,
તેમાં “મહાવીર સ્તવમાં મહતશબ્દ પ્રાધાન્યના અ- . ઈમાં છે, અને તે નામસ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમ છ દે છે, તે પ્રાધાન્યના નામસ્થાપના સુગમને છોડી દ્રવ્યથી શરૂ કરે છે.
દ્રવ્ય પ્રાધાન્ય જ્ઞશરીર ભવ્ય શરીર તે બેથી જ સચિત્ત અચિત્ત મિશ્ર એમ ત્રણ ભેદે છે. સચિત્ત પણ દ્વિપદ ચતુષ્પદ અને અપદ એમ ત્રણ ભેદે છે. તેમાં દ્વિપદમાં તીર્થંકર ચકવત્તી વિગેરે છે, ચેપગેમાં હાથી ઘોડે વિગેરે છે, અને અપદ ( ઝાડે) માં કલ્પવૃક્ષ વિગેરે છે.
અથવા પ્રત્યક્ષ દેખાતા રૂપ રસ ગંધ સ્પર્શથી ઉત્કૃષ્ટ પુડતરીક કમળ વિગેરે પદાર્થો છે,
અચિત્તમાં પ્રાધાન્ય વૈર્ય વિગેરે જુદી જુદી જાતિનાં મણિરને છે. મિશ્રમાં વિભૂષિત તીર્થંકર છે.
ક્ષેત્રથી પ્રાધાન્ય સિદ્ધિક્ષેત્ર છે તથા ધર્મ ચારિત્રના આશ્રયથી મહાવિદેહક્ષેત્ર છે અને સુંદર ભેગોની અપેક્ષાએ દેવકુરૂ વિગેરે યુગલિકક્ષેત્રે છે.
કાળથી પ્રાધાન્ય એકાંત સુખમ સુખમ આરે વિગેરે છે. અથવા ધર્મચરણના સ્વીકારને યોગ્ય જે કાળ છે, તે લે.
ભાવપ્રાધાન્ય તે ક્ષાયિકભાવ છે, અથવા તીર્થંકરપ્રભુના શરીરની અપેક્ષાએ ઔદયિક છે, અહીં તે બેની સાથે આપણે અધિકાર છે.
વીર શબ્દના નિક્ષેપા.